ઈન્ટરવલ

અમીર હોય કે ગરીબ દરેક લોકો બટાટાંની વાનગી હોંશે હોંશે ખાય છે

તસવીરની આરપાર – ભાટી એન.

બટાકાં (બટાટાં, બટેકા, બટેટાં) જેને હિંદીમાં આલૂ, અંગ્રેજીમાં POTATO અમીરથી ગરીબ સુધીના લોકો બટાકાં ખાતા હોય છે… સામાન્ય રીતે ડુંગરી-બટાકાં સામાન્ય લોકો શાક બનાવી ખાય છે.

પણ આજે બટાકાંમાંથી અસંખ્ય વસ્તુ બન્ને છે…!? તેમાં આજે વિપુલ પ્રમાણમાં વેફર્સ બનાવવામાં આવે છે. પહેલાં ખમણીથી પતરી પાડી તેલમાં તળવામાં આવે તે દેશી પદ્ધતિ હતી. પણ આજે બાલાજી, ગોપાલ, વડાલીયા જેવી મહાકાય કંપનીઓ રાજકોટમાં અત્યાધુનિક પદ્ધતિથી બટાકાંની વિવિધ પ્રકારની વેફર્સ બનાવે છે. તેમાં જાળી વાળી, તીખી, મોળી ને અન્ય પ્રકારની અફલાતૂન કલરફૂલ પેકિંગમાં વેફર્સ મળે છે. ફરસાણમાં અત્યારે મંદી છે તો વેફર્સની બજારમાં તોતિંગ તેજી છે. આ બટાકાંમાંથી બનતી વેરાયટીમાં મોટો બદલાવ છે. સમષ્ટિગત લોકો હોશે… હોંશે… ખાય છે.

બટાટાંમાં બીજી રીતે બનતી વાનગીઓ જોઈએ તો બાફી, છોલી, ખમણેલા બટાટાના ટુકડા કરી તળેલા જેમાંથી મુખ્યત્વે બટેટાનું શાક છાલ સાથે ટુકડા કરી કે બાફી તેની છાલ ઉતારી બટાટાંનું શાક ખાય છે. બટાકાંમાંથી છુંદાના કે પતરીના ભજિયા પણ બનાવે છે. બટાટાં એ શાકભાજીનો રોકડિયો પાક છે. શાકભાજી ઉપરાંત પ્રોસેસિંગમાં કાતરી, ફ્રેન્ચ ફ્રાઈઝ ડિહાઈડ્રેટેડ બનાવટો, કાપડઉદ્યોગમાં કાંજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બટાકાંમાં સ્ટાર્ચ અને શક્તિનું પ્રમાણ વધારે હોવાથી તેના કંદનો ઉપયોગ મેળવણ તરીકે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવા માટે કરવામાં આવે છે. ગુજરાતમાં બટાટાંનું વાવેતર ખાસ કરીને શિયાળામાં કરવામાં આવે છે. બટાટાંની ખેતી માટે ઠંડીને સૂકી આબોહવા વધુ અનુકૂળ પડે છે. સૂર્ય પ્રકાશવાળા દિવસો અને નીચા ઉષ્ણતામાનવાળો સમયગાળો ૧૮થી ૨૮ સે. એટલે કે શિયાળાની ઋતુ આપણે ત્યાં બટાટાંની ખેતી માટે શ્રેષ્ઠ સમય છે.

બટાટાંના પાકને સારા નિતારવાળી રેતાળ, ગોરાડું, મધ્યમ કાળી તેમજ સેન્દ્રિય ફળદ્રુપતાવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. બટાટાંના કંદનો સારો અને એક સરખો વિકાસ થવા માટે ભીની પદ્ધતિથી વરાપ થયે જમીન તૈયાર કરી હળ અથવા ટ્રેક્ટર દ્વારા ચાલતા પ્લાન્ટથી વાવણી કરવામાં આવે છે. વાવણીનું અંતર એક હાર પાળા પદ્ધતિમાં બે ચાસ વચ્ચે ૪૦થી ૫૦ અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રાખવું. બે હાર પાળા પદ્ધતિમાં બે ચાસ વચ્ચે ૭૫ સે.મી.નું અંતર રાખવું જોઈએ, બટાટાંનો પાક તૈયાર થઈ ગયા પછી ટ્રેક્ટરથી ચાલતા બટાટાં ડીગર કે હળ વડે બટાટાં જમીનમાંથી કાઢી કંદ વીણી લેવામાં
આવે છે.

નદીની રેતીમાં વાવેલા બટાટાં હાથેથી ખેંચી કાઢી શકાય છે…!, ભારતમાં વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ગુજરાતમાં પણ વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે. બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન, રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે. બટાકાં, આલું, POTATO ની માહિતી સંક્ષિપ્ત આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button