IPL DD vs LSG: દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો
નવી દિલ્હી: અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સે બૅટિંગ આપ્યા પછી દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 208 રન બનાવ્યા હતા.
આ મૅચ બન્ને ટીમ માટે ડુ ઑર ડાય સમાન હતી. એમાં ઓપનર અભિષેક પોરેલ (33 બૉલમાં ચાર સિક્સર, પાંચ ફોર સાથે 58 રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (પચીસ બૉલમાં ચાર સિક્સર, ત્રણ ફોર સાથે અણનમ 57)ના મુખ્ય યોગદાન હતા. સૌથી ખતરારૂપ બૅટર જેક ફ્રેઝર-મૅકગર્ક અર્શદ ખાનના બૉલમાં ઝીરો પર જ આઉટ થયો હતો, પણ શાઇ હોપે 38 રન અને કૅપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. પંત એક મૅચના સસ્પેન્શન બાદ પાછો રમવા આવ્યો છે.
આ પણ વાંચો: ‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?
પાછલી મૅચમાં સુકાન સંભાળનાર અક્ષર પટેલ 14 બૉલે અણનમ રહ્યો હતો.
પોરેલ-હોપ વચ્ચે 92 રનની, હોપ-પંત વચ્ચે 47 રનની અને સ્ટબ્સ-અક્ષર વચ્ચે અણનમ 50 રનની ભાગીદારી થઈ હતી.
લખનઊના સાત બોલરમાં નવીન-ઉલ-હકને સૌથી વધુ બે વિકેટ મળી હતી. અર્શદ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.