IPL 2024સ્પોર્ટસ

‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયરે કેમ આ ઘટના પોતાની ચાર દીકરીના જન્મ સાથે સરખાવી?

લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા આઠમી મેએ હૈદરાબાદ સામેની લખનઊની હાર બાદ કૅપ્ટન કેએલ રાહુલને જાહેરમાં ઠપકો આપી રહ્યા હતા એવા વાઇરલ થયેલા વીડિયો પરથી અઠવાડિયામાં ઘણા અહેવાલો ચગ્યા છે. જોકે ટીમના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું સાવ જૂદું જ છે.

આ પણ વાંચો: રાહુલને ટીમના માલિક ગોયેન્કાએ કેમ જાહેરમાં ઠપકો આપ્યો?: કેટલાક કારણો ચર્ચામાં છે

લૅન્ગરને ચાર દીકરી છે. સૌથી મોટી પુત્રી 27 વર્ષની અને સૌથી નાની પુત્રી 19 વર્ષની છે.
ગોયેન્કા-રાહુલને લગતા વિવાદ દરમ્યાન અત્યાર સુધી શાંત રહેલા લૅન્ગરે મૌન તોડ્યું છે. તેણે એક અખબારી મુલાકાતમાં કહ્યું છે, ‘મને ચાર દીકરી છે. મને ચારેય પુત્રીના જન્મ વખતે સુખદ આશ્ર્ચર્ય થયું હતું એ મારી જિંદગીના સૌથી મોટા ચાર સરપ્રાઇઝ છે. પાંચમું અનોખું આશ્ર્ચર્ય મેં ગોયેન્કા-રાહુલના વિવાદમાં અનુભવ્યું. મને થયું અરે…આ શું થઈ રહ્યું છે? આમાં વિવાદ જેવું કંઈ જ નથી. મને આશ્ર્ચર્ય એ વાતનું થયું કે બધા જાણે છે કે ગોયેન્કા અને રાહુલ બન્ને જણ ઠંડા મગજવાળા છે. તેમના જેવા શાંત મગજવાળા આ ધરતી પર બીજા કોઈ નહીં હોય એવું હું માનું છું.’

આ પણ વાંચો: ગોયેન્કા અને કેએલ રાહુલ વચ્ચેનો મામલો હવે ઠંડો પડી ગયો…

લૅન્ગરે એવું પણ કહ્યું કે ‘મેં તેમની વાતચીત સાંભળી હતી. હું એ વખતે ત્યાં જ હતો. તેઓ ક્રિકેટ પ્રત્યેનું પોતપોતાનું પૅશન વ્યક્ત કરીને જ વાતચીત કરી રહ્યા હતા. એ મૅચમાં ટીમનો પ્લાન ક્યાં ખોટો સાબિત થયો એની જ તેઓ હળવી ચર્ચા કરી રહ્યા હતા. તેમની વચ્ચે માત્ર ક્રિકેટની જ ચર્ચા હતી, બીજી કોઈ નહીં.’

આ પણ વાંચો: કે. એલ. રાહુલ લખનઊની કૅપ્ટન્સી છોડી દેશે કે શું?

આવું કહીને લૅન્ગરે છેલ્લે કહ્યું કે ‘ગોયેન્કા, તેમના પુત્ર શાશ્ર્વત, કેએલ રાહુલ અને મારી વચ્ચે બહુ સારી મિત્રતા છે. મીડિયામાં વિવાદ અને એના પરની પ્રતિક્રિયા જાણીને મને બહુ મોટું આશ્ર્ચર્ય થયું હતું. લખનઊની ટીમની બાબતમાં ગોયેન્કા જરાય માથું નથી મારતા. ટીમમાં તેમની કોઈ જ દરમ્યાનગીરી નથી હોતી.’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત