નેશનલ

PM મોદી પાસે છે સોનાની 4 વીંટી, પત્નીના નામમાં જશોદાબેનનો કર્યો ઉલ્લેખ

વારાણસી: PM નરેન્દ્ર મોદી ફરી એક વખત ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે આજે આજે મંગળવારે ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલી એફિડેવિટમાં તેમની સંપત્તિની જાહેરાત કરી હતી.

તેમની એફિડેવિટ મુજબ, પીએમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે, જેમાં 2,85,60,338 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. તેમની પાસે જ્વેલરી તરીકે ચાર સોનાની વીંટી પણ છે, જેનાીની કિંમત 2,67,750 રૂપિયા છે.

વડાપ્રધાન મોદીએ આ વીંટીઓને વર્ષોથી કાળજીપૂર્વક લાચવી રાખી છે, જોકે તેઓ તેને પહેરતા જોવા મળતા નથી. તેમણે પત્નીના નામમાં જશોદાબેનનું નામ લખાવ્યું છે. પીએમ મોદી પાસે પોતાનું કોઈ ઘર નથી, તેમની પાસે કોઈ કાર પણ નથી.

વડાપ્રધાન મોદી પાસે કુલ 52 હજાર 920 રૂપિયાની રોકડ છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેની સ્ટેટ બેંકની શાખામાં તેમના બેંક ખાતામાં કુલ 73,304 રૂપિયા અને એસબીઆઈની જ વારાણસી શાખામાં તેમના બેંક ખાતામાં માત્ર 7000 રૂપિયા જમા છે. પીએમ મોદીએ નેશનલ સેવિંગ સ્કીમમાં રૂ. 9,12,398નું રોકાણ કર્યું છે.

PM મોદી દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ, આવકનો પ્રાયમરી સોર્સ તેમનો સરકારી પગાર અને બચત પરનું વ્યાજ છે. PMએ નાણાકીય વર્ષ 2023-24માં 3 લાખ 33 હજાર 179 રૂપિયાનો ઈન્કમ ટેક્સ ચૂકવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોમિનેશન એફિડેવિટ મુજબ, 2022-23માં તેમની કુલ આવક રૂ. 23,56,080 હતી. જ્યારે તેમની આવક 2018-19માં 11,14,230 રૂપિયા, 2019-20માં 17,20,760 રૂપિયા, 2020-21માં 17,07,930 રૂપિયા અને 2021-22માં રૂપિયા 15,41,870 હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button