ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Lack ભૂલ
Lake અછત
Lace ઓછું
Less દોરી
Lapse સરોવર
ઓળખાણ રાખો
ખટમીઠો સ્વાદ ધરાવતા અને લોહી સુધારવા માટે અત્યંત ગુણકારી ગણાતા ફળની ઓળખાણ પડી? કાળી અને રાતી એમ બે જાતના ફળ ચોમાસામાં આવે છે.
અ) ચેરી બ) સિંઘારા ક) શેતૂર ડ) દ્રાક્ષ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘પશ્ર્ચિમ બંગાળમાં વામપંથીઓનું જોર ઘટી ગયું છે’ પંક્તિમાં વામ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) વાંકા બ) વિચક્ષણ ક) ડાબેરી ડ) સમાજવાદી
માતૃભાષાની મહેક
ફળના રાજા કેરી ખાવાની મોસમ ચાલુ છે. શાખ એટલે કાચી કેરી પાકવા પર આવી હોય અને પોચી પડી ગઈ હોય તે.શાખ પડવી એટલે આંબા ઉપરની એકાદ કેરીનું પાકી જવું. શાખનો પ્રચલિત અર્થ છે આબરૂ, ઈજ્જત, વટ. લાખ જજો પણ શાખ ન જશો એટલે આબરૂ પાસે પૈસાની કોઈ કિંમત નથી, આબરૂ હોય તો બધું જ છે. શાખ ગળવી એટલે આબરૂ ઓછી થવી. શાખ જવી એટલે આબરૂ ગુમાવવી.
ગુજરાત મોરી મોરી રે
‘કૌવત હોય ત્યાં સુધી શરીર સાથ આપે’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
બળે દિવેલ ત્યાં દીવામાં હોય દીવો સુધી
ઈર્શાદ
આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
— ચીનુ મોદી
માઈન્ડ ગેમ
પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ૫૫ વર્ષ છે જ્યારે માતા અને પુત્રની ઉંમરનો સરવાળો ૫૧ વર્ષ છે. પિતાની ઉંમર ૪૦ વર્ષ હોય તો માતાની ઉંમર જણાવો.
અ) ૩૩ બ) ૩૫
ક) ૩૬ ડ) ૩૮
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Shin પગનો નળો
Sheen ચળકાટ
Scene દ્રશ્ય
Ship જહાજ
Sheep ઘેટું
ગુજરાત મોરી મોરી રે
ચાકર ચોરે તો બરકત જાય ને શેઠ ચોરે તો નખોદ જાય
ઓળખાણ પડી?
Pangolin
માઈન્ડ ગેમ
૧૫
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આળસ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) પ્રતીમા પમાણી (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) નીતા દેસાઈ (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) પુષ્પા પટેલ (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) પ્રવીણ વોરા (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવના કર્વે (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) દિલીપ પરીખ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મહેશ દોશી (૨૮) કલ્પના આશર (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) વિણા સંપટ (૩૧) હર્ષા મહેતા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) અબદુલ્લા એફ મુનીમ (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અલકા વાણી (૩૭) પુષ્પા ખોના (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અરવિંદ કામદાર (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી ( ૪૬) જયવંત ચિખલ (૪૭) કિશોર બી. સંઘ્રારાજકા (૪૮) શેઠ અતુલ જશુભાઈ (૪૯) વિજય આશર (૫૦) હિરા જશવંતરાય શેઠ (૫૧) જયવંત પદમશી ચિખલ