મનોરંજન

Malaika Aroraની દીકરા Arhaan Khan સાથેની Personal Chat થઈ વાઈરલ…વાંચશો તો…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે લાંબા સમયથી મોટા પડદા અને ફિલ્મોથી દૂર રહેવાં છતાં પણ તે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં એક્ટ્રેસનું લાઈમલાઈટમાં આવવાનું કારણ એવું છે કે મલાઈકાની દીકરા સાથેની પ્રાઈવેટ ચેટ લીક થઈ ગઈ છે. આ ચેટ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ પ્રાઈવેટ ચેટમાં…

અરબાઝ ખાન (Arbaaz Khan)થી ડિવોર્સ લીધા બાદ મલાઈકા (Malaika Arora) હવે પોતાના દીકરા અરહાન ખાન (Arhaan Khan) સાથે રહે છે. મા-દીકરા વચ્ચેનું બોન્ડ એકદમ જોરદાર છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની વચ્ચે મા-દીકરા જેવો નહીં પણ મિત્રો જેવો સંબંધ છે. એટલું જ નહીં પણ એક્ટ્રેસના મિત્રો પણ મા-દીકરાની જોડીને જોઈને કહે છે કે આ એક કોમેડી શો છે અને એ જોવા માટે માટે ટિકિટ લાગવી જોઈએ.


વાત જાણે એમ છે કે જ્યારે 12મી મેના દિવસે આખી દુનિયા મધર્સ ડે (Mother’s Day) સેલિબ્રેટ કરી રહી હતી એ દિવસે અરહાન ખાને પોતાની મમ્મી સાથેની વાતચીતનો એક પ્રાઈવેટ વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ કરી હતી. અરહાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. આ ચેટ વાઈરલ થઈ રહી છે.


વાઈરલ થઈ રહેલી ચેટમાં જોવા મળી રહ્યું છે કે અરહાને મલાઈકાને મેસેજ કર્યો હતો જેમાં તેણે હેપ્પી મધર્સ ડે લખીને શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરાના આ મેસેજના જવાબમાં મલાઈકાએ થેન્ક યુ કહ્યું હતું. મલાઈકાએ અરહાનને પૂછ્યું હતું કે તું શું ગિફ્ટ લાવ્યો છે મારા માટે? જેના જવાબમાં અરહાને કહ્યું હતું મેં તમારા કપડાં વેચી દીધા છે અને તેની સાથે રેડ કલરનું હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરીને આઈ લવ યુ લખ્યું છે. અરહાનના આ જવાબની સામે મલાઈકાએ મેસેજ કર્યું કે સરસ ચાલ હવે એ જ પૈસાનો ઉપયોગ કરીને મારા માટે કંઈક લઈ આવ…


અરહાને પણ મલાઈકાના આ મેસેજનો જોરદાર જવાબ આપ્યો છે. અરહાને જણાવ્યું હતું કે કપડાં વેચીને જે પૈસા મળ્યા છે એમાંથી જ હું તમારા માટે કપડાં ખરીદીશ… (મહાન લોકો જ આવું વિચારી શકે છે) આ સિવાય અરહાને મા-દીકરાનો એક દમદાર ફોટો પણ શેર કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button