આમચી મુંબઈ

સોમવારે સાંજે મુંબઈ, મુંબઈ જેવી નહોતી રહી, જાણે Hollywood Filmનો સેટ બની ગઈ હતી…

Mumbai: ગઈકાલે મુંબઈમાં એક સાથે ઘણી બધી ઘટનાઓ બની ગઈ જેને કારણે સોમવારનો દિવસ મુંબઈગરા માટે સંકટોથી ભરપૂર સોમવાર બની ગયો હતો. એક તરફ જ્યાં બપોર પછી અચાનક જ મુંબઈના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આખા મુંબઈમાં ધૂળની ડમરીઓ, જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપર ખાતે મસમોટું હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. અચાનક આવેલા વરસાદને કારણે મુંબઈમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. રોડ, રેલ અને એર ટ્રાવેલ કરનારા મુસાફરો રઝળી પડ્યા હતા.

મુંબઈમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે મુંબઈમાં ઠેકઠેકાણે હોલીવૂડ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરબપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મુંબઈગરાએ ગઈકાલે મુંબઈમાં જ હોલિવૂડ ફિલ્મની શૂટિંગ જેવા દ્રશ્યોનો અહેસાસ કર્યો હતો. આ તોફાનને કારણે ઠેરઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ગગનચૂંબી ઈમારતો જાણે વાદળમાં પ્રવેશી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

મુશળધાર વરસાદ, તોફાન, વાવઝોડાને કારણે મુંબઈમાં અનેક ઠેકાણે દુર્ઘટનાઓ પણ સર્જાઈ હતી. આખી મુંબઈ પણ જાણે ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. હોલીવૂડ કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો પણ અનેક ઠેકાણે જોવા મળ્યા હતા. મુંબઈગરાઓએ પણ આ દ્રશ્યોને કચકડે કંડાર્યા હતા.

તોફાનની સાથે સાથે મુંબઈમાં મેઘરાજાએ પણ એન્ટ્રી લીધી હતી, જેને કારણે પરિસ્થિતિ જરા વધારે એડવેન્ચરિયસ અને ડ્રામેટિક થઈ ગઈ હતી. દસથી પંદર મિનિટ માટે તો એવી પરિસ્થિતિ જોવા મળી હતી કે જે જોઈને તમને એવું લાગે જ નહીં કે આ એ જ મુંબઈ છે જેમાં આપણે રહીએ છીએ. તમે પણ ના જોયા હોય તો જોઈ લો આ રૂંવાટા ઊભા કરી દે એવા ફોટો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button