વિદ્યાર્થીઓની આત્મહત્યાથી કુખ્યાત કોટામાં હવે વિદ્યાર્થીઓના ગુમ થવાનાં બનાવોએ બનાવોએ ચિંતા વધારી
કોટા : રાજસ્થાનનું કોટા (Kota) સામાન્ય રીતે હેરાન કરી દેનારી ઘટનાઓને લીધે જાણીતું છે. અહિયાથી ગંભીર બાબત જેવી કે વિદ્યાર્થીઓની આત્મહત્યાની ખબરોને લઈને સતત સમાચારનું કેન્દ્ર રહેતું હોય છે પરંતુ હવે અહીથી વિધ્યાર્થીઓની ગુમ (student missing) થવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક જ અઠવાડિયામાં વિધ્યાર્થી ગુમ થયાની આ બીજી ફરિયાદ નોંધાઈ છે. જ્યાં NEETની પરિક્ષાની તૈયારી 19 વર્ષીય અમન કુમાર સિંહ ગુમ થયેલ છે.
અમન છેલ્લા બે વર્ષથી રાજસ્થાનનાં કોટામાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET)ની તૈયારી કરી રહ્યો હતો. અમન કોટાની સ્વર્ણ વિહાર સોસાયટીમાં રહેતો હતો. ગઈ 5મી એ NEETની પરીક્ષા હતી પરંતુ 12મીની રાતથી તે પોતાના રૂમથી ગાયબ થયો હતો. ગુમ થયા પહેલા તેણે એક નોટ લખી હતી,જેમાં તેણે કહ્યું હતું કે “મારી NEETની પરીક્ષા સારી નથી ગઈ, મને કોટા બૈરાજથી શોધી લેજો.”
અમનની નોટના આધારે પોલીસે કોટા બૈરાજ આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. અમનનો નાનો ભાઈ ગયા મહિને જ પરિક્ષાની તૈયારી કરવા માટે કોટા ગયો હતો, આ દરમિયાન 12મીના રોજ રૂમ પર અમન ન મળતા તેણે મકાન માલિકને જાણ કરી હતી. ત્યારબાદ મકાનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમનનાં ગુમ થયાના સમાચાર તેના પરીવારનાં લોકોને આપવામાં આવ્યા છે. હાલ પોલસે ગુમ થયાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોટામા ગયા અઠવાડિએ જ એક 19 વર્ષીય વિદ્યાર્થી ગુમ થયો હતો. રાજસ્થાનના ગંગાનગર જીલ્લાનો રાજેન્દ્ર મીણા તેના પીજીના રૂમમાંથી ગાયબ થયો હતો. તેને માતાપિતાને મેસેજ કરી જણાવ્યું હતું કે તે હવે ભણવા નથી માંગતો. અને નોટમાં લખ્યું હતુ કે તેની પાસે હાલ 8000 રૂપિયા છે અને જયારે પૈસાની જરૂર પડશે ત્યારે પરિવારનો સંપર્ક કરશે.