મનોરંજન

બોલો, 83 વર્ષે ચોથી વખત પિતા બનેલા અલ પચીનોની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી…

એકેડેમી એવોર્ડ વિનર અલ પચિનો થોડા મહિના પહેલાં જ 83 વર્ષની વયે ચોથી વખત એક દીકરાના પિતા બન્યા હતા. આ પુત્ર તેમને 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ સાથેના સંબંધને કારણે થયો હતો અને તેમણે એના પરથી પોતાના સંતાનનું નામ રોમન અલફલ્લાહ પચિનો રાખ્યું હતું. પણ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બાળકના જન્મના ત્રણ મહિના બાદ જ અલ પચિનો અને નૂર અલગ થઈ ગયા છે અને નૂરે બાળકની કસ્ટડીની માંગણી કરી છે. મળી રહેલાં અહેવાલ અનુસાર નૂરે લોસ એન્જલસમાં લીગલ ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા હતા અને એમાં તેમણે બાળકની સંપૂર્ણ કસ્ટડીની માંગણી કરી હતી. એટલું જ નહીં તેણે એવું પણ કહ્યું હતું કે જો તે ઈચ્છે છે કે અલ પચિનો જ્યારે તેને મન થાય ત્યારે તેના બાળકને મળી શકે છે.

કોર્ટમાં નૂરે એવું જણાવ્યું હતું કે એ પોતાની મરજીથી અલ પચિનોને તેના બાળકની સંયુક્ત કાનૂની કસ્ટડી આપશે, જેથી તે બાળકના શિક્ષણ, ધર્મ, તબીબી સારવાર અને આવી ઘણી બાબતો પર અભિપ્રાય પણ આપી શકે છે. જ્યારે અલ પચિનોના 22 વર્ષીય ટ્વીન્સ બાળકો ઓલિવિયા પચિનો અને એન્ટોન જેમ્સ પચિનો તેમની માતા બેવર્લી ડી’એન્જેલો સાથે છે અને સાથે સાથે જ 33 વર્ષની દીકરી જુલી પચિનો પણ એની માતા જાન ટેરન્ટ સાથે રહે છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નૂર તેમના પુત્રના જન્મના છ દિવસ પછી “વૉલન્ટરી ડિક્લેરેશન ઑફ પેરેન્ટહૂડ” નામનો દસ્તાવેજ સબમિટ કર્યો હતો, જેના પર તેણી અને અલ બંનેએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેના બાળકના પિતા અલ પચિનો છે. વધુમાં નૂરે વિનંતી કરી હતી કે અલ તેના વકીલની ફી અને કેસ સંબંધિત અન્ય ફી ચૂકવે પરંતુ બાળ સહાયની રકમ દસ્તાવેજોમાં જાહેર કરવામાં આવી નથી.

જો કે આ બધા પછી ગઇકાલે અભિનેતા અલ પચિનો અને તેની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ રોમેન્ટિક ડેટ નાઇટ પર જોવા મળ્યા હતા. પચિનો અને અલફલ્લાહ એપ્રિલ 2022થી રિલેશનશિપમાં હતા. અલફલ્લાહે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસમાં અભ્યાસ ચાલુ રાખતા પહેલા યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની સિનેમેટિક સ્કૂલ ઓફ આર્ટસમાંથી સ્નાતક થઈ જ્યાં તેણે ફિલ્મ અને ટીવી પ્રોડક્શનમાં માસ્ટર ડિગ્રી હાંસિલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button