મંદિરની જગ્યા પર ગમે ત્યારે કબ્રસ્તાન બનાવી દે અને ગમે ત્યારે કોઇપણ જગ્યાએ મજાર બનાવી દેતી આ પ્રજાને આપણે તેમના ધર્મ વિશે બે શબ્દો પણ કહી શકતા નથી અને એ ક્રિકેટ જેવી રમત કે જે આખી દુનિયા જોવે છે તેમની સામે પાકિસ્તાની મિડીયા હિંદુઓના સનાતન ધર્મની મજાક ઉડાવી રહી છે.
જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટ રમતી હોય ત્યારે બંને દેશોના મીડિયામાં ક્રેઝ જોવા મળે છે. મેચોનું કવરેજ મોટા પાયે કરવામાં આવે છે અને એવું જ કંઈક એશિયા કપ 2023માં પણ જોવા મળ્યું છે. ટૂર્નામેન્ટમાં બંને ટીમો બે વખત એકબીજા સામે રમવા આવી. આ બંને મેચની ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ પાકિસ્તાની મીડિયામાં એક ક્રિકેટ શો દરમિયાન એવું અણછાજતું કામ કર્યું.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના પ્રી-શોનો છે. આ શોમાં એક એન્કરની સાથે બે મહેમાનો અને એક વ્યક્તિ પંડિતનું રૂપ ધારણ કરીને ભગવા કપડામાં બેઠો છે.
એક ટ્વિટર યુઝરે લખ્યું કે પાકિસ્તાનીઓ ક્રિકેટ શોમાં પંડિત બનીને આપણા સનાતન ધર્મની મજાક ઉડાવી રહ્યા છે. માત્ર ક્રિકેટ મેચ જ નહીં આપણે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો ખતમ કરવા જોઈએ. આપણે પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપવો જોઈએ.
લગભગ દોઢ મિનિટના આ વિડિયોમાં પંડિત તરીકે પોઝ આપતા પેનલિસ્ટ કહે છે, ‘ભારત ફરી એકવાર વરસાદ કરીને જીતી જશે, અમે ફરી એક વાર પોઈન્ટ લઈશું. અમે ઘણી અરજીઓ આપી છે, બેસીને ઘણા મંત્રો વાંચ્યા છે. અમે તમને મળવા શ્રીલંકાથી સીધા પાકિસ્તાન આવ્યા છીએ. શ્રીલંકામાં બેઠેલા આપણા બધા તાંત્રિકો અને પંડિતો આ જ કામ કરી રહ્યા છે.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાની ક્રિકેટ શોમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવી છે અને યુઝર્સ તેના પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આપણે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખવા જોઇએ.