સૂરતમાં હીરા ઉઘોગમાં ટૂંક જ સમયમાં જોવા મળશે એ જ ઝ્ગમગાટ, જાણી જ લો !
દેશ અને દુનિયાના ડાયમંડ વ્યાપારીઓની જ્યાં નજર રહે છે તેવા સુરતમાં હાલ હીરા ઉધ્યોગમાં મંદીનો માહોલ વર્તાઇ રહ્યો છે. આ જ કારણ છે કે રત્ન કલાકારોને 20 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગારિયાધાર જેવા વિસ્તારોમાથી સુરતના વરાછા વિસ્તારમાં વાસી ગયેલા રત્ન કલાકારો માટે આ 20 દિવસનું વેકેશન આશીર્વાદ સાબિત થાય છે. રત્ન કલાકારો પરિવાર સાથે પોતાના વતન જાય છે.પણ દિલમાં એ જ ઉચાટ લઈને કે, માર્કેટમાં ફરી પાછો તેજીનો ટકોરો ક્યારે વાગશે ?
રશિયા-યુકેનના યુદ્ધના સમયથી હીરા ઉધ્યોગ પર મંદીના ઓળા ઉતર્યા છે. પરિણામે ઉધ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો પણ મૂંઝવણમાં છે. આવક પર પણ સીધી અસર વર્તાય છે. નિકાસ ઘટી ગઈ તો અમેરીકામાં પણ ખરીદી ઓછી થઈ છે,તો ચાઈનામાં પણ હીરા ઉધ્યોગમાં મંદીની મોટી ફડક છે. આમ છ્તા આ જ મંદી ભર્યો માહોલ આ વર્ષની દિવાળી સુધી તેજીમાં આવી શકે તેવા હાલ કોઈ એંધાણ વરતાતા નથી. એકંદરે હીરા બજારમાં મંદીનો માહોલ છે અને રત્ન કલાકારોમાં પણ થોડી નિરાશા છે.
માત્ર સુરત જ નહીં પરંતુ હીરાની મોટી નિકાસ અને આયાતા કરતાં દેશો પણ આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ચીન, અમેરિકા,જેવા દેશોને પણ આ ઉધ્યોગમાં મંદીની અસર વર્તાતી હોય અને ખાસ કરીને મંદી દિવાળી સુધી નહીં સુધરે એવું મંતવ્ય ઉદ્યોગના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયે હીરા ઉદ્યોગના કારખાનેદારો, દલાલો સહિત ખાસ કરીને રત્નકલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવનનિર્વાહ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
હીરા ઉદ્યોગમાં મંદી કેમ ?
અમેરિકા, યુરોપ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોલીશ્ડ ડાયમંડની માગ નથી પરિણામે સુરતનો હીરાઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. વિદેશમાં જો પોલીશ્ડ ડાયમંડની માગ નીકળે તો જ સ્થાનિક સ્તરે હીરાઉદ્યોગની સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા છે, હવે આગામી દિવાળી સિઝન સુધી વિદેશમાં પોલીશ્ડ ડાયમંડની માગ રહેવાની શક્યતા બિલકુલ ઓછી જણાઈ રહી છે આ જ કારણ છે કે સુરતના હીરાઉદ્યોગમાં મંદીનું વાતાવરણ બની રહે.