બે વર્ષ પહેલાં હાથ ગુમાવનાર અનામિતા અહેમદ ICSE Boardના 12મામાં 92 ટકા સાથે કર્યું ટોપ…
મુંબઈઃ મુંબઈની રહેનારી 15 વર્ષની અનામિતા અહેમદની લાઈફ તેની ઉંમરની અન્ય કિશોરીઓ જેવી નોર્મલ નથી. નાની ઉંમરથી જ તેણે ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોયા છે. જીવનમાં આવેલા અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરીને અનામિતાએ 12મા ધોરણના ICSE બોર્ડમાં 92 ટકા લાવીને ટોપ કર્યું છે. એટલું જ નહીં અનામિતાએ હિંદીમાં 98 માર્ક્સ મળ્યા છે અને તે આ વિષયમાં પણ ટોપ સ્કોરર છે. આવો જોઈએ શું છે અનામતાની સ્ટ્રગલ બટ મોટિવેશનલ સ્ટોરી…
15 વર્ષીય અનામિતા સાથે બે વર્ષ પહેલાં એક એવી ઘટના બની કે જેણે તેનું જીવન બદલી નાખ્યું. 11 Kv કેબલથી ઈલેક્ટ્રિક શોક લાગવાને કારણે અનામિતાએ 13 વર્ષની ઉંમરે જ પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો. આ અકસ્માત એ સમયે થયો જ્યારે અનામિતા પોતાના કઝિન્સ સાથે અલીગઢમાં હતી અને રમી રહી હતી. ઈલેક્ટ્રિક શોકને કારણે અનામતા અનેક ઠેકાણે દાઝી પણ ગઈ હતી.
આ એક્સિડન્ટમાં અનામિતાએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો અને ડાબા હાથની કામ કરવાની ક્ષમતા પણ 20 ટકા જેટલી જ હતી. બે મહિના જેટલો સમય ખાટલા પર પસાર કરનારી અનામતા આમ હાર માનીને બેસી રહે નહોતી. તેણે પણ પોતાના જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. પોતાની ઈજા અને આઘાતમાંથી બહાર આવીને અનામિતાએ ICSE બોર્ડના 12મા ધોરણમાં 92 ટકા લાવીને ટોપ કર્યું હતું.
ડોક્ટરોએ તેના માતા-પિતાને એવી સલાહ પણ આપી હતી કે અનામતાએ ભણતરમાંથી 1-2 વર્ષ બ્રેક લેવો જોઈએ પણ અનામિતાને ઘરે ખાલી બેસી નહોતું રહેવું. અનામતાએ જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. અનામિતાએ જણાવ્યું હતું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું આ અકસ્માતમાં જીવતી બચી ગઈ. મને મારા માતા-પિતા કે કોઈ પાસેથી પણ સહાનુભૂતિ નથી જોઈએ.
15 વર્ષની ઉંમરે અનામિતાનો મુશ્કેલીઓની પાછળ છોડીને જીવનમાં આગળ વધવાનો જુસ્સો અને ઉત્સાહ ભલભલાને મોટિવેટ કરે એવો છે. પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અનામિતાએ પરીક્ષા સારા માર્ક્સથી પાસ તો કરી જ પણ ટોપ કરીને તેણે એ વાત પણ સાબિત કરી આપી દ્રઢ ઈચ્છાશક્તિ અને મનોબળના જોરે કોઈ પણ મુશ્કેલીને પાર કરીને મંઝિલ સુધી પહોંચી શકાય છે.