આમચી મુંબઈ

સંજય રાઉતે પૈસા ભરેલી બેગ વિશે શું કહ્યું સાંભળો…


નાશિક: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પૈસા ભરેલી બેગ લઇન હેલિકોપ્ટરમાંથી ઉતર્યા હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કર્યો છે. એકનાથ શિંદે નાસિક ખાતે એક પ્રાઇવેટ પ્લેનમાંથી ઉતરતા વખતે એક બેગ પોતાની પાસે લઇ જતા નજરે દેખાય છે. જેને પગલે નાસિકમાં કોઇ વ્યક્તિને પૈસા ભરેલી બેગ આપવા મુખ્ય પ્રધાન શિંદે જઇ રહ્યા હોવાનો આરોપ સંજય રાઉતે કર્યો છે.

રાઉતે પોતાના સત્તાવાર ટ્વિટર(પહેલા એક્સ) ઉપર એક વીડિયો પોસ્ટ કરતા નાસિકમાં શિંદે દ્વારા પૈસા ભરેલી બેગ લઇ જવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શિંદે પોતાના હેલિકોપ્ટરથી પૈસા ભરેલી બેગ લઇને ઉતરતા હોવાનો આરોપ રાઉતે કર્યો હતો. રાઉતે જે વીડિયો શેર કર્યો તેમાં શિંદે હેલિકોપ્ટરમાંથી ઉતરતા દેખાય છે અને તેમાં તેમના બોડીગાર્ડ એક બેગ લઇને ઉતરતા દેખાય છે.
રાઉતે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ફક્ત બે કલાકની પોતાની નાશિક મુલાકાત માટે આટલા બધા બેગ લઇને કેમ આવ્યા છે?

રાઉતના આ ટ્વિટને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button