હાલમાં IPLની 17મી સિઝન ચાલી રહી છે, જેમાં દરરોજ ધમાકેદાર મેચો ક્રિકેટરસિયાઓ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ KKR IPLમાં ટોચના સ્થાને યથાવત છે અને તેણે 12માંથી 9 મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કર્યું છે. પોતાની ટીમે ક્વોલિફાય કર્યું તો શાહરૂખે મેદાન પર ડ ડાન્સ સ્ટેપ્સ કરી સેલિબ્રેશન કરી નાખ્યું. કિંગ ખાનનો આ વીડિયો જોઈને સ્ટેન્ડ પર બેઠેલા ફેન્સને પણ મજા આવી ગઈ.
ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનનો એક વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો IPL 2024ની પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાનનો છે, જેમાં શાહરૂખ ખાન તેના પુત્ર અબરામ ખાન સાથે જોવા મળી રહ્યો છે. શાહરુખે જાંબલી રંગની ઓવરસાઈઝ ટી-શર્ટ અને આછા વાદળી રંગનું રિપ્ડ ડેનિમ પહેર્યું છે અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ સાથે તેનો લુક પરફેક્ટ મેચ કર્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાન તેના પ્રખ્યાત ગીત ઝૂમ જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળે છે. તે જ સમયે, તેનો પુત્ર અબરામ ખાન તેના પિતાને બ્લેક શોર્ટ્સ અને સફેદ ટી-શર્ટમાં જોઈને હસી રહ્યો છે.
ઝૂમ જો પઠાણ પર ડાન્સ કરતા શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને પસંદ કરી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે સ્વેગ જ કંઈક અલગ છે. તે જ સમયે, એક યુઝરે કોમેન્ટ કરી કે કોલકાતા નાઈટ રાઈડર્સના ક્વોલિફાઈંગની ખુશી SRKના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2024માં શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં તેણે 12 મેચ રમી છે અને 9માં જીત મેળવી છે. 18 પોઈન્ટ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં નંબર વન પોઝીશન પર છે અને પ્લેઓફ માટે પણ ક્વોલીફાઈ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે અને આ વખતે પણ તેને દાવેદાર માનવામાં આવે છે.