હૈદરાબાદમાં વોટ આપવા પહોંચ્યો અલ્લુ અર્જુન, લાઇનમાં ઉભા રહીને જીત્યા ચાહકોના દિલ
લોકશાહીના પર્વ એવી લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ આજે પોતાનો અમુલ્ય મત આપવા હેદરાબાદના જ્યુબિલી હિલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. તેમને લાઈનમાં ઉભેલા જોઈને ફેન્સ તેમની સાદગી પર ઓવારી ગયા હતા. તેમને મતદાન માટે લાઇનમાં ઊભા રહેલા જોયા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું હતું.
એક યુઝરે લખ્યું હતું કે પુષ્પા દરેક જગ્યાએ સમયસર પહોંચી જાય છે. તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, અલ્લુ અર્જુન નહીં પુષ્પા કહીને બોલાવો. તાજેતરમાં જ આંધ્રપ્રદેશ પોલીસે પુષ્પા ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા પ્રચાર પર પ્રતિબંધ હોવા છતાં રેલીમાં હાજરી આપીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવાનો કેસ નોંધ્યો હતો.
અલ્લુ અર્જુન ઉપરાંત જનસેના પાર્ટી અધ્યક્ષ અને એક્ટર પવન કલ્યાણ, મેગાસ્ટાર ચિરંજીવી અને એક્ટર શ્રીકાંત પણ વોટ આપવા માટે આવ્યા હતા.