ટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધી 6.45% મતદાન

ચોથા તબક્કામાં મહારાષ્ટ્રમાં 11 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મહારાષ્ટ્રની 11 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ 11 મતવિસ્તાર – નંદુરબાર, જલગાંવ, રાવર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરુર, અહેમદનગર, શિરડી અને બીડ – મધ્ય મરાઠવાડા તેમજ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ફેલાયેલા છે.

મુખ્ય ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાનો રાવસાહેબ દાનવે અને ભારતી પવાર, ભાજપના નેતા પંકજા મુંડે, અભિનેતા અમોલ કોલ્હે, વર્તમાન સાંસદો સુજય વિખે-પાટીલ, હીના ગાવિત, રક્ષા ખડસે અને કોંગ્રેસના ધારાસભ્ય રવિન્દ્ર ધાંગેકરનો સમાવેશ થાય છે.

ચોથા તબક્કામાં સમાવેશ કરવામાં આવેલા 11 મતવિસ્તારોમાં, 2,28,01,151 નોંધાયેલા મતદારો છે, જેમાં 1,18,59,645 પુરૂષો, 1,09,40,234 મહિલાઓ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે ઉત્તર પ્રદેશમાં 80 પછી બીજા નંબરે છે. ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં 48 બેઠકોમાંથી 24 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે.


સવારે 9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં થયેલા મતદાનની ટકાવારી આ મુજબ છે.

જલગાંવ- 6.14%જાલના- 6.88%
નંદુરબાર- 8.43%શિરુર- 4.97%
અહમદનગર – 5.13%ઔરંગાબાદ – 7.52%
બીડ – 6.72%માવલ -5.38%
પુણે – 6.61%રાવર – 7.14%
શિરડી -6.83%

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button