મરણ નોંધ

હિન્દુ મરણ

રાજુલાવાળા હાલ પાર્લા નિવાસી હેમંત નિર્મળભાઇ શેઠના ધર્મપત્ની પ્રિયા (ઉં. વ. ૪૯) શનિવાર, તા. ૧૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. સવિતાબેન મનસુખભાઇ ભુવા (મહેતા)ના દીકરી. ગં. સ્વ. જયશ્રીબેન નિર્મળભાઇ શેઠના પુત્રવધૂ. પંકિતના માતા. પ્રીતિ દેવેન શેઠના દેરાણી, તે શિલ્પા નૈષધભાઇ મુની, પ્રીતિ દેવેન શેઠ, સ્વ. કેતનભાઇ મનસુખલાલ મહેતાના બહેન. માધવી ઇબ્રાહિમ ગોરના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૪-૫-૨૪ના મંગળવારે સાંજે ૫થી ૭. ઠે. સન્યાસ આશ્રમ હોલ, બીજે માળે, વિલેપાર્લે (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી સ્વ. ફાલ્ગુની સંજય લાદીવાલા (ઉં. વ. ૭૦)તે સંજયભાઇના પત્ની. મનીષા, નિહાલના માતુશ્રી. મોનીષાના સાસુ. કિઆન, ક્રિશના દાદીમા. ઉમા અને ચેતનના ભાભી. નયન મહેતા, નંદીનીબેનના બેન શુક્રવાર, તા. ૧૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૫-૨૪ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. નહેરુ સેન્ટર, કલ્ચર હોલ, ડો.એની બેસન્ટ રોડ, ખાતે રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન મીઠુભાઇ આડઠક્કર મુળ ગામ મસ્કા હાલ મુલુંડના સુપુત્ર ભૂપેન્દ્ર મીઠુભાઇ આડઠક્કર (ઉં. વ. ૬૮) તે સ્વ. મંગળા કાંતિલાલ રાયમંગ્યા, ઉમિયા ચંદ્રકાન્ત પોપટ, સ્વ. વિમળા વિનોદ ચંદે, કુસુમ ભરત મહિધર, ભારતી, સ્વ. મમતાના ભાઇ. સ્વ. અરજણ ઓધવજી ગણાત્રાના દોહિત્ર. સમીર, સતીન, તપેશ, કોમલના મામા. તા. ૧૦-૫-૨૪ના શુક્રવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
અ. સૌ. વૈશાલી અજય પ્રતાપ ચંદે મૂળ ગામ બરંદા હાલ મુંબઇ ડોમ્બિવલીની સુપુત્રી માયા અજય ચંદે (ઉં. વ. ૨૫) તે ગં. સ્વ. હંસા પ્રતાપ રાઘવજી ચંદેની પૌત્રી. તે અ. સૌ. પૂનમ ચેતન ચંદે, સ્વ. ગીતા વિનોદ ઠક્કરની ભત્રીજી. તથા ગામ વર્ષામેડીના સ્વ. નર્મદા પ્રતાપ ભગવાનજી સોનાઘેલાની દોયત્રી. તે ગં. સ્વ. શોભા દિપક સોનાઘેલા, અં. સૌ. વર્ષા નવીન દૈયા, સ્વ. જયોતિ ધર્મેન્દ્ર પંડિત પૌત્રની ભાણીજી તા. ૧૦-૫-૨૪ના રામચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૫-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ).

કપોળ
અમરેલીવાળા સ્વ. ઉમાકાંતભાઇ મથુરાદાસ નારાયણદાસ શેઠ અને ગં. સ્વ. હંસાબેનના પુત્ર રીતેશ (ઉં. વ. ૪૬) તા. ૧૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ધ્વનિના પિતા. પારૂલ વિનયકુમાર સંઘવીના ભાઇ. રોહિત, પંકજ, દક્ષેશ, હર્ષા અને અલકાના ભત્રીજા. સ્વ. ચંદ્રકાંતભાઇ અને સ્વ. જીતેન્દ્ર છગનલાલ મહેતાના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.

સિહોર સંપ્રદાય અગીયારસૌ બ્રાહ્મણ
ગામ ઉસરડ હાલ ચેન્નાઇ નિવાસી કપિલરાય નાનાલાલ જાની (ઉં. વ. ૮૪) તે માયાબેનના પતિ તા. ૧૧-૫-૨૪ના શનિવારે ચેન્નાઇ મુકામે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. હિંમતલાલ, સ્વ. રમણીકલાલ, સ્વ. હરસુખરાય, સ્વ. જસુમતીબેન અનંતરાય ભટ્ટ, સ્વ. મધુબેન નટવરલાલ ત્રિવેદીનાભાઇ. અને ચિ. મહેશભાઇ, ચિ. દિનેશભાઇ, સૌ. રજનીબેન, પુષ્પાબેનના પિતાશ્રી અને સંજયકુમાર આઇ. દવે, સૌ. અર્ચના, સૌ. અંજનાના સસરા. મગનલાલ ભાઇશંકર દવેના જમાઇ. તે દર્શિની, રાઘવ, કેશવ, હિમાનીના દાદા.

દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
ગામ તળાજા હાલ મીરા રોડ ગં સ્વ ચંદનબેન અશોકભાઈ ગોહિલ (ઉ. વ ૬૪) તે તા. ૭/૫/૨૪ નાં રામચરણ પામ્યા છે. તે સ્વ અશોકભાઈ દેવજીભાઈ ગોહિલનાં ધર્મપત્ની. તે શિતલબેન, પિયુષભાઈ, રિતેશભાઈ, અનિલના માતુશ્રી. તે હિનાબેન, વર્ષાબેન તથા રાજેશકુમારના સાસુમા તે શંશીકાતભાઈ, સુરેશભાઈ, હસમુખભાઈ, ધનશ્યામભાઈ, ધનસુખભાઇ, વિજયાબેન, ભદ્રાબેનના ભાભી. ગામ મોટા ખુંટવડા હાલ અંધેરી સ્વ.રતિભાઈ શામજીભાઈ વાઢેળના દિકરી, તેમની બંનેપક્ષની સાદડી સોમવાર તા. ૧૩/૫/૨૪, ૪ થી ૬ દેસાઈ સઈ સુથાર જ્ઞાતીની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંમપ્રભુ ગણેશાય મંદિરની સામે, કાંદિવલી ઈસ્ટ, લોકિક પ્રથા બંધ છે.

લુહાર સુથાર
ગં. સ્વ. વનિતાબેન (ઉ. વ.૬૩ ) ગામ ટીંબી હાલ. મલાડ તે સ્વ જયંતીભાઈ નાગજીભાઈ મકવાણાના પત્નિ, તે નિતેશભાઈ, ઋષભભાઈના માતા, તે જીંતલબેન ના સાસુ, રક્ષિતના દાદી, તે હાલ સુરત વાળા ઘનશ્યામભાઈ, જગદીશભાઈ, ભગતભાઈ પીઠવા, મધુબેન, રેખાબેન પરમાર, લાભુબેન ગોહિલના બેન. તા. ૧૧-૦૫-૨૦૨૪ ના કૈલાશવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા, તા. ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે સાંજે ૫ થી ૭. સ્થળ: ૯૦૩- ૯ મો માળ, માઉલિ ઓમકાર ૧-ઇ બિલ્ડિંગ, કૂરાર વિલેજ, સાગર હાઇટ્સ ની બાજુમાં, મલાડ પૂર્વ.

પરજીયા સોની
ગામ ડેડાણ હાલ કાંદિવલી, સ્વ. વિનોદભાઈ નંદલાલભાઈ સતીકુવંરના ધર્મ પત્ની ગંગા સ્વ. દમયંતીબેન, તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના શ્રીજી ચરણ પામ્યા છે. (ઉં. વ.૮૬), તે નિમેલભાઈના માતુશ્રી, તે ફાલ્ગુનીબેનના સાસુ. રાજુલાવાળા નાનજીભાઈ વિરાભાઈ ઢાકાના દિકરી, લિલાબેન, રમાબેન,રમેશભાઈ ના બહેન, સ્વ.્ પરમાણંદભાઈના નાનાભાઈના પત્ની, પ્રદિપભાઈના ભાભી. પ્રાર્થનાસભા તા.૧૩/૫/૨૪ ના સોમવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦. સ્થળ:૧ લે માળે કેસર આશિષ બિલ્ડિંગ, ન્યુ લિંક રોડ,નિયર વસંત કોમ્પલેક્ષ, કાંદિવલી વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત