આમચી મુંબઈ

ગૃહમતદાનનો પ્રારંભઃ થાણેમાં ૮૫ વર્ષ ઉપરના ૬૩૪ નાગરિકોએ મતદાન કર્યું

મુંબઈઃ ભારતના ચૂંટણી પંચે મત આપવાના અધિકારનો ઉપયોગ અને મતદાનમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વિકલાંગ નાગરિકો અને ૮૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ગૃહ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ સુવિધાનો લાભ લઈને થાણે જિલ્લામાં ૮૫ વર્ષથી ઉપરના ૬૩૪ નાગરિકો અને ૧૦૩ વિકલાંગ નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

થાણે લોકસભા મતવિસ્તાર અને ભિવંડી લોકસભા મતવિસ્તારમાં નવમી મેના કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં ૧૦ મેના રોજ ચૂંટણી યોજાઈ હતી. તદનુસાર, થાણે લોકસભા મતવિસ્તારમાં, ૮૫ વર્ષથી ઉપરના ૨૫૬ અને ૩૭ અપંગ વ્યક્તિઓ, કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં ૨૧૫ અને ૪૪ અને ભિવંડી લોકસભા ક્ષેત્રમાં ૧૬૩ અને ૨૨ મતદારોએ ગૃહ મતદાનનો લાભ લીધો હતો. આમાં પણ કેટલાક નાગરિકો ઘરે ઉપલબ્ધ ન હોવાથી મતદાન કરવાનું બાકી છે. જિલ્લા ચૂંટણી વિભાગે માહિતી આપી હતી કે આ નાગરિકોનું મતદાન ૧૫ મે સુધીમાં પૂર્ણ થઈ જશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૪૦ ટકા અપંગતા અને ૮૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ૧૨ડી નમૂના અરજી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમાંથી મળેલી અરજીઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. તદનુસાર, મંજૂર કરાયેલી અરજીઓની યાદી પ્રમાણે મતદારક્ષેત્ર મુજબ ૮૫ વર્ષથી વધુ વયના અને વિકલાંગ મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરવામાં આવી રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત