નવી દિલ્હીઃ નવી દિલ્હીની બે અલગ અલગ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળ્યા બાદ હવે દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
હોસ્પિટલ બાદ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એરપોર્ટ પર પણ ચેકિંગ કરવામાં આવી રહી છે. દરમિયાન બંને ઈમેલ એક જ મેલ આઈડી પરથી મોકલવામાં આવ્યા હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. આ ઈમેલ આશરે બપોરે ત્રણેક વાગ્યે મોકલામાં આવ્યો હતો, પણ પોલીસને તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું નથી.
એવું કહેવાઈ રહ્યું છે કે ઈમેલ મળતાં જ હોસ્પિટલના મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ પણ ઘટનસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જે બે હોસ્પિટલોને ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી તેમાં બુરાડીની સરકારી હોસ્પિટલ તેમ જ મંગોલપુરીની સંજય ગાંધી નેશનલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
દિલ્હી ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમને બે હોસ્પિટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા મેલ આવ્યા હોવાની જાણ ફોન પર કરવામાં આવી હતી અને અમે આ મામલે વધારે તપાસ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પહેલી મેના દિવસે દિલ્હી-એનસીઆરની આશરે 150 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈમેલ મળતાં પ્રશાસન અને નાગરિકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. એ સમયે ગુનેગારોએ એક રશિયન મેલ સર્વિસનો ઉપયોગ કર્યો હતો અને આ સર્વિસ યુઝર્સને તેની ઓળખ છુપાવવામાં મદદ કરે છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ