નેશનલ

સનાતન પરના વિવાદાસ્પદ નિવેદનો વચ્ચે મદ્રાસ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી…

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ઘણા નેતાઓ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને લઈને મહત્વની ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું હતું કે સનાતન ધર્મ રાષ્ટ્ર અને પરિવાર પ્રત્યેની ફરજ છે, તેનો શા માટે નષ્ટ કરો છો?

ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન બાદથી સનાતન ધર્મ પ્રત્યે વિવાદાસ્પદ નિવેદનો કરવાની જાણે મોસમ આવી છે. તેમ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો નેતાઓ આપી રહ્યા છે. જેના કારણે ઉધયનિધિ અને ડીએમકેના અન્ય નેતાઓ સામે એફઆઈઆર નોંધવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, આ અરજી પર સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે સનાતન ધર્મ શાશ્વત ફરજોનો સમૂહ છે, જે ઘણા સ્ત્રોતોમાંથી એક કરવામાં આવ્યો છે. તે કોઇ ચોક્કસ સાહિત્યમાં તમને નહી મળે પણ તમામ સાહિત્યોમાં તમને તેના અંશ મળશે.

તમિલનાડુના તિરુવરુર જિલ્લાની એક સરકારી કોલેજે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અન્નાદુરાઈની જન્મજયંતિના અવસર પર “સનાતનનો વિરોધ” વિષય પર તેમના વિચારો રજૂ કરવાનું કહેવમાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટના વાઇરલ થયા બાદ આ પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એન શેષશાયીની સિંગલ બેન્ચે સનાતન ધર્મ પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે કહ્યું હતું કે અમે સનાતન ધર્મ પર ચાલતા તમામ વિવાદાસ્પદ નિવેદનોથી અવગત છીએ. સનાતન ધર્મ એ તમામ ધર્મમાંથી લેવામાં આવેલો એક સમૂહ છે. સનાતન ધર્મ રાષ્ટ્ર, રાજા, લોકો પ્રત્યેની ફરજ, માતા-પિતા અને શિક્ષકો પ્રત્યેની ફરજ, ગરીબોની સંભાળ વગેરે વિશે વાત કરે છે. આશ્ચર્ય થાય છે કે શા માટે આ ફરજોનો નાશ કરવા વિશે વાત કરીએ છીએ?

કોર્ટે વધુમાં કહ્યું હતું કે વિવાદાસ્પદ નિવેદનો દ્વારા સનાતન ધર્મ જાણે સંપૂર્ણપણે જાતિવાદ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપી રહ્યો છે તેવો વિચાર ફેલાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે અસ્પૃશ્યતાને કોઈપણ રીતે સહન કરી શકાય નહીં. અસ્પૃશ્યતા હવે સનાતન ધર્મની અંદર કે બહાર બંધારણીય હોઈ શકે નહીં, બંધારણના અનુચ્છેદ 17એ જાતિવાદ, અસ્પૃશ્યતા વગેરેને સંપૂર્ણપણે નાબૂદ કર્યા છે.

જો કે દુર્ભાગ્યે કેટલાક લોકોના મગજમાં આજે પણ આ બધું ચાલે છે. જ્યારે ધર્મ સંબંધિત બાબતોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેનાથી કોઇની ભાવનાઓને ઠેસ ના પહોંચે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ દ્વેષપૂર્ણ ભાષણ ન હોઈ શકે. તમારું ભાષણ સ્વતંત્ર વાણીનું હોવું જોઇએ સ્વચ્છંદ વાણી વાળું નહી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત