ચેન્નઈઃ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આજના સુપરસંડેએ 61મી મેચમાં ટોસ જીતીને પહેલી બેટિંગ રાજસ્થાને લીધી હતી. આમ છતાં પહેલી બેટિંગમાં અપેક્ષા પ્રમાણે રાજસ્થાનની ટીમના ઓપનર આક્રમક બેટિંગ કરી શક્યા નહોતા, પરિણામે રાજસ્થાન રોયલ્સ પાંચ વિકેટે 20 ઓવરમાં 141 રન કરી શક્યા હતા.
ટોસ જીતીને પહેલી બેટિંગ લેનારી રાજસ્થાન રોયલ્સની ટીમના ઓપનર બેટ્સમેન તદ્ન નિષ્ફળ રહ્યા હતા. 142 રનનો પડકારજનક સ્કોર નહીં હોવાથી જેથી ચેન્નઈને હોમગ્રાઉન્ડ પર જીતવાની તક છે. રાજસ્થાનવતીથી યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસન ત્રણેયની વિકેટ ઝડપવામાં સમરજીત સિંહ સફળ રહ્યો હતો. પહેલી વિકેટ સમરજીત સિંહે યશસ્વી જયસ્વાલની ઝડપી હતી, જેમાં જયસ્વાલ ફક્ત 21 બોલમાં 24 રન કરી શક્યો હતો, ત્યારબાદ જોસ બટલરની વિકેટ ટીમના 49 રનના સ્કોરે પડી હતી.
91 રનના સ્કોરે સંજુ સેમસનની વિકેટ સમરજીતે ઝડપી હતી. આમ છતાં એના પછી નવોદિત બેટર સ્કોર સન્માનજનક કરી શક્યા નહોતા. ફોર્મ ગુમાવી ચૂકેલા શુભમ દુબે પણ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે ધ્રુવ જુરેલ 18 બોલમાં 28 રન કર્યા હતા. 20મી ઓવરમાં તુષાર દેશપાંડે બે વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 141 રન કર્યા હતા, જેમાં ટીમવતીથી સૌથી વધુ રન રિયના પરાગે કર્યા હતા. 35 બોલમાં 47 રન કર્યા હતા, જેમાં એક ચોગ્ગો અને ત્રણ સિક્સર મારી હતી. પાંચ રન એક્સ્ટ્રા મળ્યા હતા, જેથી ચેન્નઈને જીતવા માટે 142 રન કરવાના રહેશે.
બીજી બાજુ ચેન્નઈ સુપરકિંગ્સના નવોદિત સમરજીત સિંહે ત્રણ મહત્ત્વની વિકેટ ઝડપીને મર્યાદિત સ્કોર સુધી સિમિત રાખ્યા હતા. ઉપરાંત, અન્ય બોલર્સમાં રવિન્દ્ર જાડેજા, મહીશ થીકશાના ચાર-ચાર ઓવર નાખી હતી, પરંતુ વિકેટ મળી નહોતી. તુષાર દેશપાંડેએ બીજી બે વિકેટ ઝડપી હતી. ચાર ઓવરમાં 30 રન આપીને મહત્ત્વની બે વિકેટ ઝડપી હતી, જેમાં શિવમ દુબે અને ધ્રુવ જુરેલને આઉટ કર્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને