નેશનલ

પીએમ મોદી જનસભાને કરી રહ્યા હતા સંબોધિત અને અચાનક મળી સુંદર ભેટ….

વિશ્વભરમાં આજે ભારે ઉત્સાહથી મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે પીએમ મોદી ઠેરઠેર જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. એમની જનસભામાં કંઇક એવું બન્યું હતું કે જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. પીએમ મોદી પશ્ચિમ બંગાળના હુગલીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન તેની નજર ભીડમાં ઉભેલા બે યુવકો પર પડી. બંને યુવાનોના હાથમાં પીએમ મોદી અને તેમની માતાની તસવીરો લઇને ઊભા હતા. આ બંને લોકો પીએમ મોદીની સભામાં ભાગ લેવા આવ્યા હતા. જ્યારે પીએમે તેને તેની માતાના ફોટા સાથે જોયા તો તેમણે એસપીજીને ફોટો સાચવી રાખવા કહ્યું હતું.


જનસભાને સંબોધન કરતા પીએમ મોદી થોડી વાર માટે થંભી ગયા હતા. તેમણે બે સજજ્નોને એક ખૂણામાં ફોટા સાથે હાથ ઊંચા કરીને ઊભેલા જોયા હતા. પીએમ મોદીએ તેમને જણાવ્યું હતું કે તમારા હાથ દુઃખી જશે. તમે બહુ જ પ્રેમથી આ તસવીર લાવ્યા છો. તમે મારી માતા સાથેની તસવીર લાવ્યા છો. તેમણે એસપીજીને ફોટો સાચવી રાખવા કહ્યું અને જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ જગત આજે મધર્સ ડેની ઉજવણી કરે છે, પરંતુ આપણે ભારતના લોકો 365 દિવસ માતાની પૂજા કરીએ છીએ, આપણે દુર્ગા મા, કાલી મા અને ભારત માતાની પણ પૂજા કરીએ છીએ.

એસપીજીને અપીલ કરતી વખતે પીએમ મોદીએ મંચ પરથી જણાવ્યું હતું કે આ બંને સજ્જન જે પણ કંઇ લાવ્યા છે તે એસપીજીને આપી દો. તમે તમારું નામ, સરનામું પાછળ લખો. હું તમને પત્ર લખવાનો પ્રયાસ કરીશ. તમે મારી માતાની તસવીર લઇને આવ્યો છો. તમારા બંનેનો ઘણો આભાર. પીએમ મોદીના આદેશ પર એસપીજી જવાનોએ તસવીરો લઇ લીધી હતી અને આ ઘટના બાદ પીએમ મોદીએ પોતાનું ભાષણ પૂરું કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button