સ્પેશિયલ ફિચર્સ

કરોડપતિ બનવું છે? આ રીતે Financial Planning કરો અને કરો સપનું સાકાર…

સામાન્યપણે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ જેટલું વ્યક્તિએ જેટલું જલદી બને એટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે આપણામાંથી કેટલાક લોકો એક્સપર્ટ પાસેથી પોતાની ઈનકમ અને રિસ્કની ક્ષમતાના હિસાબે રોકાણ કરવાની સલાહ પણ લેતા હોય છે. આવામાં જો તમે પણ રિટાયરમેન્ટ સુધી તમારા માટે એક કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરવા માંગો છો અમે અહીં તમારા માટે કેટલાક સિમ્પલ ફંડા લઈને આવ્યા છીએ જેને ફોલો કરીને તમે કરોડપતિ બની શકો છો.

આ માટે તમે સૌથી પહેલાં SIPમાં અમુક ચોક્કસ રકમ જમા કરીને એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. આને કારણે તમારા ખિસ્સા પર પણ બોજો નહીં પડે અને તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ સિક્યોર થઈ જાય છે. હવે તમને એવો સવાલ થશે કે આખરે કેટલા પૈસા જમા કરવા પડશે કે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. ચાલો જોઈએ…


આ છે SIPમાં પૈસા રોકવાની સાચી પદ્ધતિ…


જો તમે એક કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમે SIPમાં રોકાણ કરવા માંગો છો તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે…


જો તમે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માંગો છો તો એ માટે તમારે એક ફિક્સ ટાઈમફ્રેમ તૈયાર કરવી પડશે. જો તમે કોઈ ટ્રાઈમફ્રેમ ફિક્સ નહીં કરો તો તમારે દર મહિને કેટલા પૈસાનું રોકાણ કરવાનું છે નક્કી કરવામાં સમસ્યા થઈ શકે છે.


SIPમાં રોકાણ કરતી વખતે તમારે મોંઘવારીનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે એક કરોડનું ફંડ 10 વર્ષ બાદ માટે તૈયાક કરવામાં માંગો છો તો તમારે એ સમયની મોંઘવારીનો અંદાજો પણ લગાવવો પડશે. એ સાથે તમારે એ પણ વિચારવું પડશે કે એ સમયે તમારા માટે આ એક કરોડ રૂપિયાનું ફંડ પૂરતું હશે કે નહીં એ એ સમયની મોંઘવારી પર આધાર રાખતું હશે.


તમે આજના હિસાબે એક કરોડ રૂપિયાનું ફંડ 10 વર્ષ બાદ માટે તૈયાર કરવાનું વિચારી રહ્યા છો. પરંતુ દર વર્ષે મોંઘવારીનો દર સાત ટકા વધે છે ત્યારે એક કરોડ રૂપિયા નહીં પણ 1,96,71,514 રૂપિયાની જરૂર પડશે. એ સમયે તમારા એક કરોડ રૂપિયાની વેલ્યુ ઓછી થઈ જશે. હવે તમે એ જ હિસાબે પોતાની મંથલી SIP કેલ્ક્યુલેટ કરી શકો છો.


જો તમે ઉપર જણાવેલી ગણતરીને ધ્યાનમાં રાખશો કો 10 વર્ષમાં એક કરોડ રૂપિયાની વેલ્યુ જેટલું ફંડ ઊભું કરવા માટે તમારે દર મહિને 70,500 રૂપિયા જમા કરવા પજશે અને ત્યારે જઈને તમે 1,96,45,338 રૂપિયાનું ફંડ તૈયાર કરી શકશો. જેમાં SIP પર તમને વર્ષે રિટર્ન 15 ટકા કેલ્ક્યુલેટ કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત