નેશનલ

હરિયાણા વિધાનસભામાં ટૂંક સમયમાં ફ્લોર ટોસ્ટ થશે, પૂર્વ મુખ્ય પ્રધાન ખટ્ટરનો મોટો દાવો

આ સાથે મનોહર લાલ ખટ્ટરે દાવો કર્યો છે કે જેજેપીના 6 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે જેજેપીએ આ મુદ્દો ઉઠાવવો ન જોઈએ અને કોંગ્રેસ પણ એકજુટ. તેના 4-4 વિધાનસભ્યો પણ તૂટી શકે છે. ખટ્ટરે કહ્યું કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 30 વિધાનસભ્યોની સહીઓ માંગી છે, તેથી ફ્લોર ટેસ્ટ જલ્દી થઈ શકે છે.

ત્રણ અપક્ષ વિધાનસભ્યોએ હરિયાણાની નાયબ સિંહ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. ત્રણેય અપક્ષ વિધાનસભ્યોએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે, હવે નાયબ સિંહ સરકાર સામે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવાનો પડકાર છે. કોંગ્રેસ અને જેજેપી બંને ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છે.

કોંગ્રેસ તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને ફરીથી ચૂંટણીઓ કરાવવાની માંગ કરી રહી છે, બંને પક્ષો કહી રહ્યા છે કે નાયબ સરકારને સમર્થન નથી.

મુખ્ય પ્રધાન નાયબ સૈનીએ દાવો કર્યો છે કે તેમને સંપૂર્ણ સમર્થન છે. જો જરૂર પડશે તો તેઓ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. હવે ભૂતપૂર્વ મખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર કહી રહ્યા છે કે હરિયાણા વિધાનસભામાં ટૂંક સમયમાં ફ્લોર ટેસ્ટ થશે અને સરકાર બહુમત સાબિત કરશે. .

તેમણે એમ પણ કહ્યું કે જેજેપી અને કોંગ્રેસ અલગ થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button