નેશનલ

મોદીની ગેરંટી સામે કેજરીવાલની ગેરંટી, AAPની દેશવાસીઓને 10 ગેરંટી

નવી દિલ્હી: દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાઈ એ પહેલા આમ આદમી પાર્ટી(AAP)ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપતા રાજકીય માહોલ રસપ્રદ બન્યો છે. જેલમાંથી બહાર આવતા જ અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં સક્રિય થઇ ગયા છે. આજે અરવિંદ કેજરીવાલે દસ ગેરંટીની જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી ધરપકડને કારણે ગેરંટીની જાહેરાતમાં થોડો વિલંબ થયો છે. આ ગેરંટી પર ઇન્ડિયા ગઠબંધન ભાગીદારો સાથે ચર્ચા કરવામાં આવી નથી પરંતુ અમે જે પ્રકારની ગેરંટી આપી રહ્યા છીએ તેનાથી કોઈને પણ કોઈ સમસ્યા નહીં થાય. આ દસ ગેરંટી પર કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે. લોકોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ કેજરીવાલની ગેરંટી પસંદ કરશે કે મોદીની ગેરંટી.

https://twitter.com/i/status/1789572636709666857
  1. 24-કલાક વીજળી પુરવઠો:
    કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર દેશભરમાં સતત વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે અને દેશભરમાં આર્થિક રીતે વંચિત પરિવારોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.

  2. શિક્ષણ સુધારણા:
    કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર દેશમાં જન્મેલા દરેક બાળકને મફત શિક્ષણની આપશે, ખાનગી સંસ્થાઓને પાછળ છોડે એવી ગુણવત્તા વાળી સરકારી શાળાઓ બનવવામાં આવશે.

  3. આરોગ્ય સુવિધા:
    કેજરીવાલે દરેક ગામ અને વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક્સ સ્થાપવાનું અને સામાન્ય માણસો સુધી આરોગ્ય સુવિધાની પહોંચ માટે જિલ્લા હોસ્પિટલોને મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓમાં અપગ્રેડ કરવાનું વચન આપ્યું.

  4. રાષ્ટ્રીય સુરક્ષા:
    તેમણે કહ્યું કે ચીન પાસેથી જમીન ફરીથી મેળવવા સૈન્યને સંપૂર્ણ સ્વાયત્તતા આપીશું અને પ્રાદેશિક અખંડિતતા માટે રાજદ્વારી પ્રયાસો કરીશું.

  5. અગ્નિવીર યોજના બંધ:
    કેજરીવાલે જણાવ્યું કે અમે અગ્નિવીર યોજના બંધ કરીશું અને તમામ નોંધાયેલા યુવાનોને કાયમી હોદ્દા પર નિયમિત કરીશું, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરીશું અને સેના માટે પૂરતા ભંડોળની ખાતરી કરીશું.

  6. ખેડૂતોનું કલ્યાણ:
    ખેડૂતો સન્માન સાથે જીવન જીવે તેની ખાતરી કરવા માટે સ્વામીનાથન રીપોર્ટના આધારે પાક માટે યોગ્ય વળતર આપવામાં આવશે.

  7. દિલ્હી રાજ્યનો દરજ્જો:
    અમારી સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે, જે તેના રહેવાસીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

  8. રોજગાર સર્જન:
    અમારી સરકાર બેરોજગારીની ચિંતાઓને દૂર કરવા માટે વાર્ષિક 2 કરોડ નવી નોકરીઓનું સર્જન કરશે.

  9. ભ્રષ્ટાચાર નાબૂદી:
    કેજરીવાલે ભાજપના ભ્રષ્ટાચારીઓને બચાવવાની નીતિને તોડીને અને બધા માટે જવાબદારી સુનિશ્ચિત કરીને ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રતિજ્ઞા લીધી.

  10. વેપાર અને ઉદ્યોગ પ્રમોશન:
    તેમણે PMLA નિયમોમાંથી GSTને દૂર કરીને તેને સરળ બનાવવાનું વચન આપ્યું છે અને ઉત્પાદન ક્ષેત્રે ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય રાખ્યું છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 25 મેના રોજ દિલ્હીની 7 અને હરિયાણાની 10 બેઠકો પર મતદાન થશે. પંજાબની 13 બેઠકો પર છઠ્ઠા તબક્કામાં 1 જૂને મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button