મનોરંજનવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Allu Arjun: ‘પુષ્પા’ એ આચાર સંહિતાનો ભંગ કર્યો! આંધ્ર પ્રદેશમાં નોંધાયો કેસ, જાણો શું છે મામલો

નંદ્યાલા: લોકસભા ચૂંટણીના ચોથા ચરણ(Loksabha election phase-4)ના મતદાન હેઠળ આવતીકાલે સોમવારે આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં મતદાન યોજવાનું છે. એ પહેલ દક્ષિણ ભારતના લોકપ્રિય ‘પુષ્પા’ ફેમ અભિનેતા અલ્લુ અર્જુન(Allu Ajun) સામે આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલ મુજબ અલ્લુ અર્જુન આંધ્રપ્રદેશના નંદ્યાલા(Nandyala)ના વિધાનસભ્ય શિલ્પા રવિચંદ્ર કિશોર રેડ્ડીને મળવા તેમના ઘરે ગયા હતા, આ સમયે મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે.

અભિનેતા અલ્લુ અર્જુન ઉપરાંત યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના વિધાન સભ્ય શિલ્પા રવિચંદ્ર કિશોર રેડ્ડી સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને પર શનિવારના રોજ જાહેરમાં વિશાળ મેળાવડો યોજવાનો આરોપ છે. આંધ્ર પ્રદેશમાં 13 મેના રોજ મતદાન થશે.

ફરિયાદ મુજબ વિધાનસભ્ય રેડ્ડીએ શનિવારે મેળાવડા માટે અલ્લુ અર્જુનને આગોતરી પરવાનગી વિના આમંત્રણ આપ્યું હતું. અલ્લુ અર્જુનના આગમનની ખબર મળતા લોકોના ટોળા રેડ્ડીના નિવાસસ્થાનની બહાર એકઠા થઇ ગયા હતા. અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રને મદદ કરવા નંદ્યાલાની મુલાકાતે આવ્યો હતો અને તે કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતો નથી. કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે

અલ્લુ અર્જુને કહ્યું, “હું અહીં મારી મરજીથી આવ્યો છું. મારા મિત્રો, ભલે તેઓ કોઈ પણ પણ ક્ષેત્રમાં હશે, તેઓને મારી મદદની જરૂર પડશે તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન આપું છું.”

એક્સ પર એક પોસ્ટ કરીને અલ્લુ અર્જુને રેડ્ડી સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “ઉષ્માભર્યા સ્વાગત માટે નંદ્યાલના લોકોનો આભાર. શિલ્પા રવિચંદ્ર કિશોર રેડ્ડી આતિથ્ય માટે તમારો આભાર. તમને ચૂંટણી અને તે પછી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને મારો અતૂટ પ્રેમ અને સમર્થન છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button