દીકરાના ભણતર માટે માએ આપ્યો ભોગ; તો દીકરાએ પણ આપ્યું સવાયું પરિણામ !
સુરત : કોઈપણ સંતાનના જીવન ઘડતરમાં માનું પ્રદાન અમૂલ્ય હોય છે. આપણાં શાસ્ત્રોએ પણ માતાના ઋણમાંથી છૂટવાને ખૂબ કઠિન ગણાવ્યું છે. આજે માતૃત્વ દિવસ પર વાત કરીએ સુરતના એક એવી માતાના ભોગની કે જેમણે પોતાના દીકરાના ભણતર માટે ભોગ આપ્યો તો દીકરાએ પણ માતાના ભોગને સવાયું પરિણામ મેળવીને યથાર્થ બનાવી દીધો.
સુરતના નીતા પટેલે તેના દીકરા ચિંતકનો ભણવામાં રહેલા રસને જોયો હતો. પરંતુ તે અને શારીરિક અશક્ત તેમના પતિ શાળાની ઊંચી ફી ભરી શકે તેમ નહોતા. આથી તેમણે તેના માટે શું કરી શકાઈ તે માટે વિચાર્યું. નીતાબેન પટેલે દીકરાની શાળામાં જ પ્યૂન તરીકેની નોકરી શરૂ કરી અને આથી દીકરાની સ્કૂલ ફીમાં 50 %ની માફી મળી. મમ્મીએ દીકરાના ભણતર માટે આ ભોગ આપ્યો તો પુત્ર ચિંતકે પણ હાલમાં જ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં 94.83 ટકા મેળવીને માતાના સંઘર્ષને યથાર્થ ઠેરવ્યો હતો.
નિતાબેન પટેલે કહ્યું હતું કે, “અમારો પરિવાર થોડો પણ વધારે ખર્ચ સહી શકે તેમ નથી, ખાસ તો ચિંતકના ભણવાને લગતો. આ માટે જ મે કામ શોધવાની શરૂઆત કરી, તો ત્યારે સ્કૂલ તરફથી આ સ્કૂલ તરફથી માહિતી મળી કે જો અહિયાં જ તમે કામ કરશો તો તમને શાળાની ફીમાંથી રાહત આપવામાં આવશે.
તેમના પતિ ધર્મેશ પટેલ એક પગથી શારીરિક રીતે અશક્ત છે. તેઓ ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરે છે. તેમની શરીરીક મર્યાદાના કારણે તેમનું પગાર ધોરણ ઘણું નીચું છે , જેનાથી પરિવારનો નિર્વાહ કરવો પણ એક પડકાર છે. પુત્ર ચિંતકે પણ માતાએ આપેલા આ ભોગનો ગર્વ લેતા કહ્યું હતું કે મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારી માતા મારી જ શાળામાં એક પ્યૂન તરીકે નોકરી કરે છે, ઊલટાનું હું એવું જ માનું છું કે આજે હું સારી શાળામાં ભણી શક્યો હોય તો મારી માતાના લીધે. અને મારા ભણતરથી તેમનું આવનારું જીવન ઘણું સુખમય હશે જ.”
મા-બાપનું નામ રોશન કરતી દ્વિજાએ રાજકોટમાં વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા સમાન દાખલો બેસાડ્યો હતો, રાજકોટની દ્વિજા દવેએ અંગ્રેજી માધ્યમની કઠિન તૈયારી કરીને ધોરણ ૧૦મા 97.26 PR (91.16%) સાથે પાસ કરી હતી અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીતમાં ગિટાર ના 3 વર્ષ પૂર્ણ કર્યા છે તેમજ ભરતનાટ્યમ ના 6 વર્ષ પૂર્ણ કરી, વિશારદ ની પરીક્ષા આપવા જઈ રહેલ છે