ઇન્ટરનેશનલ

Israel: યુદ્ધ વચ્ચે ઇઝારાલે લીધો આશ્ચર્યજનક નિર્ણય, પ્રવાસીઓ માટે દરવાજા ખોલી દીધા

તેલ અવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં થોડા દિવસો પહેલા ઈરાને પણ ઇઝરાયલ પર રોકેટ અને ડ્રોન્સ વડે હુમલો કર્યો હતો. ઘણા દેશોએ તેમના નાગરીકોને ઇઝરાયલ(Israel)નો પ્રવાસ ટાળવા અપીલ કરી છે, જેના કારણે ઇઝરાયલના પર્યટન ક્ષેત્રને મોટું નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન ઇઝરયલે એક આશ્ચર્યજનક પગલું ભર્યું છે, યુદ્ધની વચ્ચે ઇઝરાયલે પ્રવાસીઓ માટે તેના દરવાજા ખોલી દીધા છે.

ઈઝરાયેલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશના તમામ પ્રવાસન સ્થળો સુરક્ષિત છે, ત્યાં સંઘર્ષની કોઈ સ્થિતિ નથી, તેથી આગામી દિવસોમાં પર્યટન સેવા શરૂ કરવામાં આવશે.

અહેવાલો મુજબ ભારતથી અઠવાડિયામાં સતત પાંચ દિવસ સુધી તેલ અવીવની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ થવા જઈ રહી છે.

યુદ્ધમાં ઈરાનના પ્રવેશને કારણે આગામી દિવસોમાં યુદ્ધ વધુ વિસ્ફોટક રૂપ ધારણ કરી શકે છે તેવા સમયે અન્ય દેશોના નાગરિકોને મુલાકાત માટે આમંત્રણ આપવું એ આશ્ચર્યજનક પહેલ છે.

ઈઝરાયેલના ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરી રહ્યું છે, જેના કારણે લગભગ 35 હજાર જેટલા પેલેસ્ટીનિયન નાગરીકોના મોત થયા થયા છે. યુદ્ધના તમામ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોને અવગણી ઇઝરાયલ બાળકો, તબીબો અને પત્રકારોની હત્યા કરી રહ્યું છે. હવે ઇઝરાયલે ગાઝાની ઈજીપ્ત સાથે જોડાયેલી સરહદ પાસેના રાફાહ પર હુમલો શરુ કર્યો છે, જ્યાં હજારો શરણ લઇ રહ્યા છે, દરેક પસાર થતા દિવસે ગાઝાના લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button