Shilpa Shettyએ વૈષ્ણોદેવી જઈ એવું તો શું કર્યું કે ફેન્સે તેને ટ્રોલ કરી નાખી

આ દિવસોમાં Shilpa Shetty તેના પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર છે. અભિનેત્રીએ ગઈકાલે તેના પરિવાર સાથે કેદારનાથ બાબાના દર્શન કર્યા હતા, ત્યારે તે મા વૈષ્ણો દેવીના દરબારમાં પણ દર્શન કરવા પહોંચી હતી. જો કે આ દરમિયાન અભિનેત્રીએ કંઈક એવું કર્યું જેના કારણે હવે ફેન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
#shilpashetty ने किए माता वैष्णो देवी के दर्शन, शेयर किया ये वीडियो #vaishnodevi pic.twitter.com/6gYKbZBgqD
— NBT Entertainment (@NBTEnt) May 11, 2024
ઉત્તરાખંડમાં શુક્રવારે ચાર ધામ યાત્રા શરૂ થઈ હતી જ્યાં હજારો લોકો આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. દરમિયાન ગઈકાલે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ તેના પરિવાર સાથે બાબા ભોલેનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચી હતી. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તેની માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને પુત્રી સમિષા કેદારનાથ મંદિરની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. બાબા કેદારના દર્શન કર્યા બાદ શિલ્પા પોતાના પરિવાર સાથે માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક ઝલક પણ શેર કરી છે. જો કે, આ દરમિયાન અભિનેત્રીએ કંઈક એવું કર્યું જેના કારણે હવે ચાહકો તેની ટીકા કરી રહ્યા છે.
શિલ્પાએ મા વૈષ્ણો દેવીના દરબારમાં તેમની મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પિંક કલરનો સૂટ પહેરીને ખચ્ચર પર બેઠેલી જોવા મળી રહી છે. લોકો પગપાળા પર્વત પર ચઢવાને બદલે ખચ્ચર પર બેસેલી શિલ્પાને ટ્રોલ કરી રહ્યા છે. આનું ખાસ કારણ એ છે શિલ્પા યોગ અન ફીટનેસની મોટી વાતો કરે છે. તેના ફીટનેસ વિશેના ઘણા વીડિયો, સીડી લોકો જૂએ છે. તેના ડાયેટ પ્લાનથી માંડી દરેકને ફોલો કરનારા હજારો-લાખો લોકો છે. હવે તમે જો આટલા ફીટ રહેતા હો અને રોજની આટલી કસરતો કરતા હો તો તમે પગપાળા ન ચાલી શકો, તેવો ફેન્સનો સવાલ એકદમ ખોટો ન કહી શકાય. બીજી બાજુ પ્રાણીઓના આવા ઉપયોગ માટે પણ તે ટ્રોલ થઈ છે.
આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, આ લોકો યોગ અને કાર્ડિયો કરે છે, પરંતુ ચાલી શકતા નથી. બીજાએ કમેન્ટ કરી છે કે – તમારે પર્વત ચડીને જવાની જરૂર હતી. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે દીદી, તમે ખૂબ ફિટ છો, કૃપા કરીને ચાલીને માતાના દરબારમાં જાઓ. તમે આ ગરીબ પ્રાણીઓને કેમ પરેશાન કરો છો? એ જ રીતે ઘણા યુઝર્સ અભિનેત્રીને ખચ્ચર પર બેસવા બદલ ટ્રોલ કરતા જોવા મળે છે.