ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૭-૯-૨૦૨૩ થી તા. ૨૩-૯-૨૦૨૩

રવિવાર, ભાદ્રપદ સુદ ૨, વિક્રમ સંવત ૨૦૭૯ તા. ૧૭મી, ઇ.સ. ૨૦૨૩. નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૦-૦૧ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૩-૦૭ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. વરાહ જયંતી, વિશ્ર્વકર્મા પૂજા (બંગાળ), મુસ્લિમ ૩જો રબિ ઉલ અવ્વલ માસારંભ, સૂર્ય નિરયન ક્ધયારાશિમાં બપોરે ક. ૧૩-૨૯. મુ. ૩૦. સામ્યાર્ઘ, સંક્રાંતિ પુણ્યકાલ બપોરે ક. ૧૩-૨૯થી સૂર્યાસ્ત. બપોરે ક. ૧૩-૨૯ સુધી શુભ, સર્વદેવ પ્રતિષ્ઠા,

સોમવાર, ભાદ્રપદ સુદઽ૩, તા. ૧૮મી, નક્ષત્ર ચિત્રા બપોરે ક. ૧૨-૦૭ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. હરિતાલિકા તૃતીયા, કેવડા ત્રીજ, મન્વાદિ, ગૌરીવ્રત (ઓરિસ્સા), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩.સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.

મંગળવાર, ભાદ્રપદ સુદઽ૪, તા. ૧૯મી, નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૩-૪૭ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી ગણેશ ચતુર્થી – અંગારક યોગ, ચંદ્રાસ્ત રાત્રે ક. ૨૧-૨૧, વરદ ચતુર્થી, સરસ્વતી પૂજન (ઓરિસ્સા), સૌભાગ્ય ચતુર્થી (બંગાળ), સંવત્સરી ચતુર્થી પક્ષ (જૈન), ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૩-૪૩. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, ભાદ્રપદ સુદઽ૫, તા. ૨૦મી, નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૪-૫૮ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સવારે ક. ૦૮-૪૩ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. ૠષિ પંચમી, રક્ષાપંચમી (બંગાળ), ગુરુ પંચમી (ઓરિસ્સા), મેલાપાટ (કાશ્મીર), સંવત્સરી – પંચમી પક્ષ (જૈન), મંગળ પશ્ર્ચિમમાં અસ્ત, વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૮-૪૩. શુભ દિવસ.

ગુરુવાર, ભાદ્રપદ સુદઽ૬, તા. ૨૧મી, નક્ષત્ર અનુરાધા બપોરે ક. ૧૫-૩૪ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. ગૌરી આહ્વાન બપોરે ક. ૧૫-૩૪ સુધી, ચંપાષષ્ઠી, સૂર્યષષ્ઠી, બલરામ જયંતી, કાર્તિક સ્વામી દૃર્શન, મેલાપાટ (કાશ્મીર), સોમનાથ વ્રત (ઓરિસ્સા), મંથનષષ્ઠી (બંગાળ), નારાયણ ગુરુ સમાધિ દિન (કેરાલા), વિંછુડો. સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.

શુક્રવાર, ભાદ્રપદ સુદ-૭, તા. ૨૨મી, નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૫-૩૩ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૫-૩૩ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. જયેષ્ઠા ગૌરી પૂજન, મહાલક્ષ્મી વ્રતારંભ, લલિતા સપ્તમી (બંગાળ-ઓરિસ્સા), મેલાપાટ (કાશ્મીર), ભદ્રા બપોરે ક. ૧૩-૩૫થી મધ્યરાત્રિ પછી ક.૨૫-૦૦તા.(૨૩મી). વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૫-૩૩. સામાન્ય દિવસ.

શનિવાર, ભાદ્રપદ સુદઽ૮, તા. ૨૩મી, નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૪-૫૫ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, ધરોઆઠમ, દધિચી જયંતી, ગૌરી વિસર્જન બપોરે ક. ૧૪-૫૫ સુધી, ભાગવત સપ્તાહ પ્રારંભ, ભારતીય અશ્ર્વિની માસારંભ, સૂર્ય સાયન તુલામાં બપોરે ક. ૧૨-૨૧.દક્ષિણ ગોલારંભ, વિષુવદીન. સામાન્ય દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button