ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૨-૫-૨૦૨૪ થી તા. ૧૮-૫-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૪મીએ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. સમગ્ર સપ્તાહમાં માર્ગીમંગળ મીન રાશિમાં મધ્યમગતિએ ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ કરે છે. શુક્ર મેષ રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર મિથુનમાંથી કર્કમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. તા. ૧૫મીએ ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશે છે. તા. ૧૮મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ અને રોકાણ માટે જન્મકુંડળીના આધારે નિર્ણય લેવો જરૂરી છે. દૈનિક સાપ્તાહિક વેપારમાં કાળજી દાખવવી જરૂરી છે. નોકરીમાં પ્રગતિ જણાય. તા. ૧૫, ૧૬, ૧૭ના નિર્ણયો શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા આ સપ્તાહના પરિવારના કાર્યો પૂર્ણ કરવા માટે મહિલાઓ સફળતા મેળવશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં અધ્યયનના નિર્ણયો માટે સફળતા જણાશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૧૩, ૧૪, ૧૮ના શુભ ફળદાયી છે. નવા કારોબારનો પ્રારંભ થાય. સામાજિક-રાજકીય જીવનમાં સફળતા મેળવશો. અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. પ્રવાસ દ્વારા મહિલાઓના નિજી કારોબારના કામકાજ પૂર્ણ થશે. નોકરીમાં પ્રભાવ વધશે. વિદ્યાર્થીઓના નબળા વિષયના પ્રશ્ર્નોમાં ઉકેલ આવશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. તા. ૧૨, ૧૪, ૧૫મીએ નોકરીના કામકાજમાં અપેક્ષિત ફેરફારો શક્ય જણાય છે. કુટુંબના સભ્યોના આર્થિક પ્રશ્ર્નો હળવા બનશે. મિત્રો સાથેના નાણાં વ્યવહાર સંપન્ન થશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરી માટે તા. ૧૩, ૧૪, ૧૮ શુભ પુરવાર થશે. મિલકતના વ્યવહાર સફળ રહેશે. વાહનની ખરીદી પણ શક્ય જણાય છે. નાણાં આવક જળવાઈ રહેશે. મુસાફરી દ્વારા મહિલાઓના પરિવારના જવાબદારીના કામકાજ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો શૈક્ષણિક પ્રવૃત્તિનો નિર્ણય શુભ પુરવાર થાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજાર માટેના નિર્ણયો આ સપ્તાહમાં સફળ પુરવાર થશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ થશે. તા. ૧૨, ૧૫ના કાર્યક્ષેત્રના નિર્ણયો સફળ બની રહેશે. ધાર્યા મુજબના નાણાં લેવડદેવડનાં કામકાજ પૂર્ણ થશે. નવા કામકાજનો પ્રારંભ થાય. મહિલાઓને કુટુંબીજનોમાં યશ પ્રાપ્તિનો અનુભવ થાય. મહિલાઓના પ્રાસંગિક જવાબદારીના કામકાજ સફળ પુરવાર થશે. સપ્તાહમાં આરોગ્ય જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભની અનુકૂળતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરી માટે તા. ૧૨, ૧૩ શુભ જણાય છે. ભાગીદાર સાથે આ સપ્તાહમાં વિવાદ ટાળવો જરૂરી છે. મુસાફરીમાં યશ મેળવશો. મુસાફરી દ્વારા ઉઘરાણીના કામકાજ સંપન્ન થશે. નોકરીમાં મહિલાઓને યશસ્વી અનુભવ થાય. તા. ૧૨, ૧૩, ૧૪ના નોકરીના કામકાજ સફળ પુરવાર થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ચોક્કસ નિર્ણય લેવા માટે પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય જણાય છે. નોકરી માટે તા. ૧૪, ૧૫, ૧૬ અનુકૂળ જણાય છે. કાર્યક્ષેત્રના મિત્રો ઉપયોગી થશે. નવી વ્યવસાયની ઓળખાણો થાય. તા. ૧૨, ૧૩નો પ્રવાસ સફળ રહેશે. કુટુંબના કારોબારમાં પ્રગતિ જણાય. અર્થવ્યવસ્થા અનુકૂળ બની રહેશે. મુસાફરી દ્વારા મહિલાઓ પરિવારની જવાબદારી પૂર્ણ કરી શકશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભની અનુકૂળ તકો પ્રાપ્ત થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. નોકરી માટે તા. ૧૩, ૧૪, ૧૬ લાભદાયી પુરવાર થશે. કારોબારના સંપર્કો જાળવી શકશો. અજાણી વ્યક્તિ સાથે આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી છે. પ્રવાસ આ સપ્તાહમાં સફળ રહેશે. સ્વાસ્થ્ય જળવાશે. મહિલાઓને પતિનો સહયોગ કાર્યક્ષેત્રે પ્રાપ્ત થતો જણાશે. નોકરીની પ્રવૃત્તિઓ નિયમિતપણે જળવાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે નવા નિર્ણયો લેવા માટે તા. ૧૨, ૧૭, ૧૮ અનુકૂળ જણાય છે. કાર્યક્ષેત્રે સંતાન ઉપયોગી થશે. લાંબા અંતરનો પ્રવાસ શક્ય જણાય છે. જૂની મિલકત વાહન, ઈત્યાદિના નિર્ણયો લઈ શકશો. લે-વેંચના કામકાજ પણ સફળ જણાશે. કારોબારની નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબ જીવનનો સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. તા. ૧૨, ૧૩ નોકરીના ક્ષેત્રે શુભ પુરવાર થશે. વ્યવસાયના ભાગીદાર અથવા મિત્રો નિત્ય કારોબારમાં માર્ગદર્શક બની રહેશે. વાહન, મિલકતનો નિર્ણય લઈ શકશો. પરિવારજનોમાં મહિલાઓ ગેરસમજણનો ઉકેલ લાવી શકશે. તા. ૧૨, ૧૩, ૧૪ના પ્રવાસના કામકાજ સફળ બની રહેશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો ગોચરફળ દર્શાવે છે. તા. ૧૩, ૧૪, ૧૫ નોકરી માટે શુભ ફળદાયી જણાય છે. સાહસિકતાથી નવા કામકાજનો પ્રારંભ કરી શકશો. ભાઈ-બહેનોનો અપેક્ષિત સહયોગ પ્રાપ્ત કરશો. મિત્રોમાં યશ મેળવશો. મુસાફરી દ્વારા મહિલાઓના કૌટુંબિક જવાબદારીના કામકાજ સંપન્ન થશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં ઉચ્ચ શિક્ષણમાં જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧૨, ૧૪, ૧૫ શુભ જણાય છે. અકારણ નાણાં ખર્ચ ગોચરફળ દર્શાવતું હોઈ સાવધાની રાખવી જરૂરી છે. રાજકારણ, જાહેરજીવનની પ્રવૃત્તિમાં અપયશનો ભય છે. કઠીન પ્રવાસ, આયોજન વગરના પ્રવાસો માટે ગોચરફળ શુભ જણાતું નથી. મહિલાઓને સંતાનના શિક્ષણના પ્રશ્ર્નનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓનો નિત્ય વાંચન, અભ્યાસ સફળ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button