ઇન્ટરનેશનલનેશનલ

હજજારો ફિટ ઊંચે આકાશમાં ઉડતા વિમાનમાં જે થયું એ જોઈ તમે દંગ રહી જશો ..જુઓ આ વિડીયો

બસ, ટ્રેન અને ફ્લાઇટમાં મોટાભાગે પ્રવાસીઓમાં કેટલીક બાબતોને લઈને ઝઘડા એક મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. એવા કેટલાય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. હમણાં જ વાયરલ થયેલા એક વિડિયોમાં કઈક એવું બન્યું કે, ફલાઇટમાં બેઠલા બે વ્યક્તિ અંદર-અંદર ઝઘડયા . આ ઘટના EVA Air ની છે. જ્યારે તે તાઈવાન થી કેલિફોર્નિયા જઇ રહી હતી અને લગભગ 11.30 કલાક માટે ઉડાન ભરી હતી.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક પ્રવાસી બાજુના પ્રવાસીની ખાલી પડેલી સીટ પર બેસી ગયો. ધ ન્યુયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ જેવો તે પોતાની સીટ પર આવ્યો તો બીજા કોઈને જોઈને ભડકી ગયો અને બંનેમાં ચડસા ચડસી શરૂ થઈ ગઈ. ઝઘડો એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોચી ગયો. અને બંને વચ્ચે છૂટટા હાથની મારામારી થઈ.

સોશિયલ મીડિયા હેન્ડલ X પર શેયર કરાયેલા વિડીયોમાં ફ્લાઇટ એટન્ડન્ટના માથા માં ભૂલથી ઇજા પહોચી. ઝઘડો વધતાં જ બીજા પ્રવાસીઓ પણ ચીસો પાડવા લાગ્યા અને ક્રૂ મેમ્બર્સ તેમને છોડાવવામાં લાગી ગયા. છેવટે, ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાન પર પહોચતા જ સંલગ્ન પ્રવાસીઓને ગિરફતાર કરી લેવામાં આવ્યા.

જણાવી દઇએ કે ફ્લાઇટમાં લડાઈ-ઝઘડા ઉપરાંત નાચવા-ગાવા સાથે બોલાચાલી જેવા કેટલાય વિડીયો વાયરલ થતાં રહેતા હોય છે। હજારો ફિટની ઊંચાઈએ આકાશમાં વિમાનની અંદર આ બધુ પરેશાન કરનારું છે. એક દિવસ પહેલા જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ટીકટોક પર વાયરલ થયેલો આ વિડીયો સાઉથ વેસ્ટ એયરલાઇનનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button