મનોરંજન

Rashmika Mandana, Tripti Dimri નહીં પણ હવે આ એક્ટ્રેસ છે National Crush, ફોટો જોશો તો…

સાઉથની સુપર સ્ટાર એક્ટ્રેસ Rashmika Manadanaને લોકો નેશનલ ક્રશ બની ગઈ હતી, પણ ત્યાર બાદ ફિલ્મ એનિમલ ફિલ્મ આવી અને Rashmika Mandanaને પાછળ છોડીને Tripti Dimri National Crush બની ગઈ… પણ હવે આ બંને એક્ટ્રેસની જગ્યા આ નવી એક્ટ્રેસે લઈ લીધી છે અને આ એક્ટ્રેસની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે.

આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ ફિલ્મ લાપતા લેડિઝમાં એક્ટિંગ કરનારી Pratibha Ranta છે. પ્રતિભા રાંટાએ હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે. લાપતા લેડિઝને કારણે પ્રતિભા રાંટાને રાતોરાત સ્ટાર બની ગઈ છે અને લોકોને તેમની એક નવી નેશનલ ક્રશ મળી ગઈ છે. સોશિયલ મીડિયા પર તૃપ્તિ ડિમરીને બદલે પ્રતિભા રાંટાને લોકો નેશનલ ક્રશ કહી રહ્યા છે.

પ્રતિભા રાંટા ફિલ્મોમાં આવી એ પહેલાં ટીવી શો કુર્બાન હુઆ અને આધા ઈશ્કમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ તેના લૂકને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. અન્ય એક્ટ્રેસની જેમ પ્રતિભા રાંટા પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ફોટો શેર કરતી હોય છે.


ફેન્સ પણ પ્રતિભા રાંટાના આ લૂક્સને જોઈને એકદમ કાયલ થઈ ગયા છે અને તેના ફોટો પરથી નજર હટાવી શક્યા નહોતા. પ્રતિભા રાંટાએ રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની ગાદી છિનવી લઈને પોતાનો કબજો કરી લીધો છે આ ટાઈટલ પર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button