આમચી મુંબઈ

વીજ સંબંધિત કોઈ પણ સમસ્યાની ફરિયાદ Mahavitranને Chat Bot પર કરી શકાશે…

મુંબઈઃ રાજ્યના વીજ ગ્રાહકો હવે વીજ પુરવઠો ખંડિત થવાની, વધારે આવતું બિલ, બિલ ન મળ્યું હોય એવી તમામ સમસ્યા માટે ઊર્જા ચેટ બોટ પર નોંધાવી શકશે.

મહાવિતરણ દ્વારા Artificial Intelligence (AI)ના ઉપયોગ કરીને વીજ ગ્રાહકોની મદદ માટે ઊર્જા ચેટ બેટ પોતાની વેબસાઈટ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાવી આપ્યું છે. મરાઠી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ગ્રાહકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે કે પછી સવાલ કરી શકશે.

ઊર્જા ચેટ બોટને કારણે મહાવતિરણને વીજસેવા સંદર્ભે કઈ માહિતીપૂછવી અને કઈ સેવાનો ઘેરબેઠા લાભ લઈ શકાય એવા સવાલનો છેદ ઉડી ગયો છે. ગ્રાહક સેવા બાબત સીધા સવાલો પૂછીને વિવિધ સેવા, ફરિયાદ નોંધાવવા માટે ઊર્જા નામનું ચેટ બોટ મહાવિતરણના માહિતી અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.

ન્યુ કનેક્શન કે એના માટે કરેલી એપ્લિકેશનનું લેટેસ્ટ સ્ટેટસ જાણવા માટે, વીજ બિલ ભરવા કે વીજ બિલની માહિતી, જલદી વીજ બિલ ભરવા, મોબાઈલ કે ઈમેલ રજિસ્ટર કરાવવું, વિવિધ ફી ઓનલાઈન ભરવા, સેલ્ફ મીટર રીડિંગ અને સબમિશન, ગો ગ્રીન રજિસ્ટ્રેશન, વીજળીનો ઉપયોગ, બિલનું કેલ્ક્યુલેટર જેવી બાબતો માટે ઊર્જા ચેટ બોટ વીજ ગ્રાહકોની મદદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button