ઇન્ટરનેશનલ

સંસદ ભંગ,બંધારણ સ્થગિત…આ સમૃદ્ધ મુસ્લિમ દેશમાં એક વ્યક્તિએ સમગ્ર સત્તા ઉથલાવી દીધી

તેલ સમૃદ્ધ ખાડી દેશ કુવૈતમાં એક નવું રાજકીય સંકટ ઊભું થયું છે. કુવૈતના અમીરે શુક્રવારે દેશની સંસદ ભંગ કરી દીધી હતી. કુવૈતી મીડિયા અનુસાર, અમીરે સંસદ ભંગ કર્યા બાદ કેટલાક સરકારી વિભાગો પર નિયંત્રણ મેળવી લીધું છે. આ સિવાય અમીરે દેશના કેટલાક કાયદા પણ રદ કરી દીધા છે. સરકારી ટીવી પર આની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, દેશને નુકસાન પહોંચાડવા માટે લોકશાહીનો દુરુપયોગ હું મંજૂર નહીં કરું. રાજ્યના મોટાભાગના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

દેશની ન્યાય પ્રણાલી પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી. ભ્રષ્ટાચારનો અજગર દેશને બરબાદ કરી રહ્યો છે. દેશને બચાવવા માટે મારે કેટલાક કઠિન નિર્ણય લેવા પડ્યા છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણનું આ સસ્પેન્શન ચાર વર્ષથી વધુ નહીં હોય. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયાના તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નેશનલ એસેમ્બલીની તમામ સત્તાઓ અમીર અને દેશની કેબિનેટ પાસે રહેશે.

કુવૈતના અમીર શેખ મિશાલના નિર્ણય બાદ આ તેલથી સમૃદ્ધ ગલ્ફ દેશમાં અભૂતપૂર્વ રાજકીય સંકટ ઉભું થયું છે. કુવૈતના ધનિકો ચર્ચામાં આવી ગયા છે. કુવૈતના અમીર શેખ મિશાલ, જેમણે કુવૈતની રાજાશાહીની બાગડોર સંભાળ્યાના છ મહિનાની અંદર બંધારણ પર પ્રતિબંધ મૂક્યો છે.


કુવૈત છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકીય વિવાદોથી ઘેરાયેલું છે. આ કટોકટીમાં દેશની કલ્યાણ મુખ્ય મુદ્દો રહ્યો છે. દેશમાં ભારે ભર્ચષ્ટાચારના કારણે સરકાર લોન નથી લઇ શકતી. આ કારણે કુવૈત પાસે તેલના ભંડારમાંથી જંગી નફો થતો હોવા છતાં, સરકારી તિજોરીમાં જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ખૂબ જ ઓછા પૈસા બાકી છે. અન્ય આરબ દેશોની જેમ કુવૈતમાં પણ શેખ સાથે રાજાશાહી પ્રણાલી છે, પરંતુ અહીંની વિધાનસભા પડોશી દેશો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button