મનોરંજન

છોટે ભાઇજાનના સગાઈના ફોટા આવ્યા સામે……..

હાલમાં બી ટાઉનમાં છોટે ભાઇજાન અબ્દુ રોજિકના લગ્નની ઘણી ચર્ચા થઇ રહી છે. છોટે ભાઇજાન ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે. ‘બિગ બોસ 16’થી લાઇમલાઇટમાં આવેલા સિંગર અબ્દુ રોજિક કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. બિગ બોસમાં તેણે પોતાની ક્યુટનેસથી બધાના દિલ જીતી લીધા હતા. તે તેની ગાયકી માટે પણ જાણીતો છે. તેણે શોમાં ઘણી વખત પોતાની એકલતા વિશે વાત કરી હતી. જોકે, આ ત્રણ ફૂટનો ટેણિયો અબ્દુ હવે લગ્ન કરવા જઇ રહ્યો છે. તેણે સગાઇ પણ કરી લીઘી છે. આપની જાણ માટે કે અબ્દુ તજાકિસ્તાનનો છે.

બિગ બોસના ઘરમાં અબ્દુએ કહ્યું હતું કે તે માત્ર 3 ફૂટ લાંબો છે અને તેની ઓછી ઊંચાઈને કારણે તેનો લેડી લવ તેને મળતો નથી. જો કે, હવે તેને તેની લેડી લવ મળી ગઇ છે. ભગવાને તેની ઇચ્છા પૂરી કરી છે. અબ્દુ રોજિકે તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. અબ્દુએ તેની રિંગ સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. વાયરલ થઈ રહેલા ફોટામાં દુલ્હનની પ્રથમ ઝલક પણ જોવા મળી રહી છે.

અબ્દુ રોજિકે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે બે ફોટા મૂક્યા છે. પ્રથમ ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અબ્દુના હાથમાં એક સુંદર વીંટી છે અને તે તેની ભાવિ કન્યાને ખૂબ જ પ્રેમથી જોઈ રહ્યો છે. ફોટામાં અબ્દુ રોજિકનો દુલ્હન પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો આપણે બીજા ફોટાની વાત કરીએ તો બીજા ફોટામાં અબ્દુ બનેલી કન્યા અમીરાને વીંટી આપતો જોવા મળે છે.

અબ્દુ રોજિકની સગાઈ થઈ ગઈ છે. હવે અબ્દુ અને અમીરા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે દુબઈમાં સગાઈ કરી લીધી છે અને હવે લગ્ન પણ ત્યાં જ થશે. આ ખાસ અવસર પર અબ્દુ રોજિકે તેમનો પરંપરાગત ડ્રેસ પહેર્યો છે. સાથે જ અમીરા પણ સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં અમીરાનો ચહેરો સામે આવ્યો નથી, માત્ર તેના હાથની ઝલક જ જોવા મળી રહી છે, જેના કારણે ચાહકો તેને જોવા માટે વધુ ઉત્સાહિત થઈ ગયા છે. અબ્દુના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે અને દરેક જણ આ કપલ પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર અબ્દુ અને અમીરાના લગ્ન 7 જુલાઈના રોજ UAEમાં થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button