અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ: “વડાપ્રધાને અમારી પાર્ટીને કચડવામાં કોઈ કમી નથી રાખી – મોદીજી અમિત શાહ માટે મત માંગે છે”
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) કથીત દારુ કૌભાંડનાં મામલાથી વચગાળાના જમીન મળ્યા છે, આ બાદ તેનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું હતું. તેમણે આજે દિલ્હીના કનોટ પેલેસ ખાતેના હનુમાનજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહ્યા હતા, ત્યારબાદ તેમણે આપના હેડક્વાર્ટર જઈને પત્રકાર પરિષદને સંબોધી (addressed a press conference )હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે,”નરેન્દ્ર મોદી એક જ મિશન પર કામ કરી રહ્યા છે . તેમનું મિશન છે એક દેશ એક નેતા. તેઓ દેશમાં તમામ નેતાઓને હટાવવા માંગે છે. તેઓ વિપક્ષના નેતાઓને જેલમાં મોકલી દેશે તો ભાજપના નેતાઓની પણ રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગે છે. તેમણે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજસિંહ ચોહાનની રાજનીતિ ખાતાં કરી નાખી. હવે વારો યોગી આદિત્યનાથનો છે. તેમણે કહ્યું હતુ કે જો તેમની સરકાર બનશે તો વિપક્ષના નેતાઓને જેલમાં મોકલી દેશે. આ તેમની તાનાશાહી છે.”
તેમણે કહ્યું કે દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટીને સહન કરવાનું નથી આવ્યું તેટલું આમ આદમી પાર્ટીએ ભોગવ્યું છે. વડાપ્રધાન મોદીએ તેમને હેરાન કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું. તેમણે ઈન્ડિયા ગઠબંધનને વડાપ્રધાન પદનો પ્રશ્ન થાય છે ત્યારે હું પૂછું છું કે મોદી પછી વડાપ્રધાન કોણ ? મોદીજી તો આવતા વર્ષે નિવૃત થઈ જશે પણ આજ તેઓ મત તેમની માટે નહિ અમિત શાહ માટે માંગી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે જ્યારે જ્યારે સતા તાનાશાહના હાથમાં આવી છે ત્યારે દેશની જનતાએ તેને ઉખેડી ફેંકી છે. આજે આ તાનાશાહની સામે હું લડી રહ્યો છું પરંતુ તેમાં દેશની 140 કરોડ જનતાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે 4 જૂને તેમની સરકાર નથી બની રહી.