નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ રીતે હિન્દુ પરિવાર પણ બચાવી શકે છે લાખો રૂપિયાનો ટેક્સ જાણો કેવી રીતે

બધાને ખબર જ છે કે આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. તમામ કરદાતાઓ ટેક્સ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ મુક્તિઓ દ્વારા લોકો ટેક્સ બચાવવા માગતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ પરિવારને અલગથી ટેક્સમાં છૂટ મળે છે, જેના કારણે તેઓ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકે છે. તમામ હિન્દુ શિખ અને જૈન પરિવારો આનો લાભ લઈ શકે છે. આજે અમે તમને આ વિશેષ ચોટલો વિશે માહિતી આપીશું.

જાણકારો જણાવે છે કે હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે HUF(Hindu Undivided Family) માટે આવકવેરા કાયદામાં એક અલગ જોગવાઈ કરવામાં આવી છે જેમાં હિન્દુ પરિવાર બેંકમાં એચયુએફ હેઠળ ખાતું ખોલાવી શકે છે.

તમે વિચારતા હશો કે આ HUF એકાઉન્ટ ખોલાવવાનો ફાયદો શું? તો તમને જણાવી દઈએ કે HUFને એક અલગ entity ગણવામાં આવે છે. આ ખાતામાં વ્યવહાર અને આવકને અલગ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. આમાં સામાન્ય કરદાતાઓને ઉપલબ્ધ તમામ છૂટ આપવામાં આવે છે. 80-Cની જેમ લોંગ ટર્મ કેપિટલ ગેમ અને 2.5 લાખની મૂળભૂત કર મુક્તિ પણ HUFને મળે છે.

હવે આપણે એ જાણીએ કે HUFના લાભ કેવી રીતે લઈ શકાય?
સૌથી પહેલા તો HUFના લાભ લેવા માટે તમારે અલગ પેન નંબર લેવો પડશે અને તેના દ્વારા જ બધા નાણાકીય કામ કરવા પડશે. કુટુંબના વડા HUFના મુખ્ય વ્યક્તિ હોય છે. દાખલા તરીકે પતિ પત્ની અને બે બાળકોનું કુટુંબ હોય તો પતિ મુખ્ય વડો એટલે કે HUF ખાતાનો કર્તા બને છે અને પત્ની અને બે બાળકો તેના સભ્યો બને છે. ખાતા હેઠળ વ્યક્તિગત તરીકે રોકાણ કરવાથી કર લાભો મળી શકે છે.

હવે આપણે એ જાણીએ કે HUFના નિયમો શું છે? HUFમાં તમે વ્યક્તિ તરીકે રોકાણ કરી બે વાર કર મુક્તિનો દાવો કરી શકો છો, પરંતુ તેમાં આવકનું રોકાણ કરીને કરમુક્તિ લઈ શકતા નથી. આ હેઠળ જો આવા કેચપ દ્વારા કમાણી કરવામાં આવે તો જ ઘર મુક્તિ મેળવી શકાય છે. તમે મકાન ખરીદીને જેમ વ્યાજની ચુકવણી પર કલમ 24 બી હેઠળ રૂપિયા બે લાખની કાર મુક્તિ મેળવી શકો છો, તેમ તમે HUFમાં બે પ્રોપર્ટી ખરીદી શકો છો જેના પર તમને ટેક્સમાં છૂટ મળશે.
બ્રિટિશ શાસન હેઠળ પરિવારો સંયુક્ત હતા. ઘણા સભ્યો હોવાને કારણે આવકના સ્ત્રોતો અલગ અલગ હતા જેના કારણે કર વસુલાતમાં મુશ્કેલી ઊભી થતી હતી. તેથી બ્રિટિશ સરકારે નિયમ બદલ્યો પછી સમગ્ર પરિવારને એક વ્યક્તિ તરીકે ગણવામાં આવતો હતો આમ HUFનો જન્મ થયો.

હિન્દુ અધિનિયમની જોગવાઈને કારણે આઝાદી પછી પણ આવકવેરા કાયદામાં HUFની સામેલ રાખવામાં આવ્યું હતું. જોકે, માહિતીના અભાવને કારણે બહુ ઓછા કરતા આ મુક્તિનો લાભ લઈ શકે છે. તમને તો હવે માહિતી મળી ગઇ છે, તો જલદીથી પહોંચી જાઓ તમારી બેંકમાં અને ખોલાવી દો HUF ખાતુ….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…