જયેશ રાદડીયા ઉંદરની જેમ ચાલી રહ્યા છે, આ હાર બીપીન ગોતાની નહિ ભાજપની છે : ભાજપ નેતા બાબુ નશીતનાં આરોપ

ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારે ચર્ચામા રહેલી સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોનાં ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. મહત્વનું છે કે, છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે આ મુદ્દે હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું અને ચુંટાયા. સી.આર પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. આ સાથે તેમણે ઉમેર્યું કે, આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.
ઈફ્કોનું ચૂંટણીમાં ખાલી પડેલ ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ પર ચૂંટણી લડનાર બિપિન ગોતાને માત આપીને જયેશ રાદડિયાની જીત થઈ હતી. આ બધાની વચ્ચે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશિતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું અને ચુંટાયા, સી.આર પાટીલ પ્રમુખ બન્યા પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતુ હતું. કોંગ્રેસમાંથી આવેલ નરેન્દ્ર સિંહ જાડેજાને લોધીકા સંઘ આપ્યું. તેમણે ઉમેર્યું કે, તાલુકા ભાજપનો હું પ્રમુખ હતો ત્યારે મારી સામે શિસ્ત ભગંના પગલાં લીધા હતા. આ બિપિન ગોતાની હાર નથી ભાજપની હાર છે.
આ સાથે તેમણે ઉમેર્યું કે, જયેશ રાદડીયાને મત આપનારા 113 લોકોની સામે પગલાં લો. ડિસ્ટ્રીક્ટક બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મલાઈ વાળી સંસ્થામાં કબ્જો છે. ડેરીનાં ભ્રષ્ટાચાર સામે અગાઉ મે રજૂઆત કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે તેના માટે નિર્ણય લેવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, પાર્ટી વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ, ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલ નેતા ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશિતે કહ્યું કે, જયેશ રાદડીયા સામે કાર્યવાહી કરો.
પક્ષના મેન્ડેટની વિરુદ્ધ જઈને ઇફકોમાં ચૂંટણી લડનાર જયેશ રાદડિયા પર ગંભીર આરોપ મૂકતા બાબુ નશિતે જયેશ રાદડિયાની ઉંદર સાથે સરખામણી કરતાં કહ્યું કે, જયેશ રાદડિયા ઉંદરની જેમ ચાલી રહ્યા છે. મારી સામે કાર્યવાહી થઇ છે તો અન્ય લોકો પર પણ થવી જોઇએ. હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો ત્યારે ઉલ્લંઘન બદલ પગલાં લેવાયા હતા. આ સાથે બાબુ નશિતે દિલીપ સંઘાણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દિલીપ સંઘાણી સહકારી મંત્રી હતા ત્યારે મેં ડેરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. બાદમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દબાવી દેવાઇ એ પણ ઇલુ-ઇલુ જ હતું. જયેશ રાદડિયાને મત આપનાર 113 ડેલિગેટ સામે પગલાં લેવા જોઇએ.