આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Board 10th Result : ધોરણ-10નું 82.56% પરિણામ જાહેર, 100 ટકા પરિણામ મેળવનારી 1389 શાળાઓ

ગાંધીનગર : માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 10 ની પરીક્ષાનું પરિણામ (SSC Result) આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. મહત્વનું છે કે, આ વર્ષે અંદાજિત 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2024ના વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56 પરિણામ આવેલું છે.

આજે ગુજરાત બોર્ડના ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે કે જેને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદ જિલ્લાનું દાલોદ (Dalod)અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા (Talgajarda) કેન્દ્રએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભાવનગર જિલ્લાના તડ કેન્દ્રનું છે કે જેનું 41.13 ટકા પરિણામ જાહેર થયું છે.

ધોરણ 10નું પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર છે કે જેનું 87.22 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે કે જેનું 74.57 ટકા પરિણામ આવ્યું છે.

આ વર્ષે કુલ 9.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા,જેમાંથી 9.02 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 ની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.52 ટકા જ્યારે ગુજરાતી મધ્યમનું 81.17 ટકા પરિણામ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…