વીક એન્ડ

નોર્ડન – ઇસ્ટ ફ્રિઝન ટાપુઓ તરફ…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

આખાય વર્ષમાં રજાઓ મનન્ો રિફ્રેશ કર્યા રાખે ત્ો રીત્ો લેવી જાણે એક ચેલેન્જ જેવું જ બની ગયું છે. કોસ્ટા બ્રાવાથી પાછા આવીન્ો વળી થોડાં અઠવાડિયામાં ક્યાંક તો જવું પડશે એવી ખંજવાળ ચાલુ થઈ. ક્યાંય દૂર અન્ો લાંબું નહોતું જવું. જરા મિત્રો સાથે મળીન્ો મજા પણ આવે ત્ો જરૂરી લાગતું હતું. અમારા વાઇનહાઇમ સુલ્ઝબાખમાં નજીકમાં જ રહેતાં દીપક, મેઘા અન્ો ત્ોમની ટીનએજર દીકરી અદિતિ અવારનવાર નોર્થ જર્મની તરફ ટાપુઓ પર વેકેશનની વાતો કરતાં. ત્ોમની સાથે અમે અવારનવાર સાઇકલ ટ્રિપ, લાંબી હાઇક અન્ો બીજા અઢળક મજા પડે ત્ોવા પ્લાન બનાવ્યા જ કરતાં. આ વખત્ો નોર્થ જર્મનીના ટાપુઓ તરફ પણ સાથે જઈએ એવી ચર્ચાઓ થઈ. સ્વાભાવિક છે, પ્લાન બનવા માંડ્યા. એ લોકો ત્ો તરફ પહેલાં જઈ ચૂક્યાં છે એટલે ત્ોમના અનુભવો પ્રમાણે ક્યાં રોકાવું અન્ો શું જોવું તે નક્કી થઈ રહૃાું હતું. ઇસ્ટ ફ્રિઝન આયલેન્ડ્સ તરીકે ઓળખાતો આ રિજન નોર્થ સીમાં ટાપુઓથી ભરેલો છે.

રસ્તામાં કોબલેન્ઝમાં બ્રેક લીધો. બંન્ો બોયઝ સાઇકલ પ્રેમી છે. એટલે ત્ોમણે કોબલેન્ઝમાં બ્રેક પણ એ રીત્ો પ્લાન કર્યો કે એક ભવ્ય સાઇકલના શોેરૂમ અન્ો કાફેમાં જ બ્રેક લઈએ. ખ્યાતનામ કેનયન બાઇક્સ કોબલેન્ઝની છે. ત્ોનો મુખ્ય શો રૂમ સાઇકલ રસિકોન્ો તો આખો દિવસ વિતાવવાનું મન થાય ત્ોવો છે. અમે સવારમાં વાઇનહાઇમથી નીકળેલાં. છેલ્લું ડેસ્ટિન્ોશન નોર્ડન છેક મોડી સાંજે આવશે એ નક્કી જ હતું. એક વાર આ બાઇકનો બ્રેક લેવાયા પછી ત્યાં અજવાળામાં પહોંચવાની કોઈ શક્યતા બચી નહીં. કારની કિંમતની સાઇકલો વચ્ચે ત્ોમનું કાફે પણ કોઈ ગોરમે અનુભવોથી ઊતરતું ન હતું. કેનયનની એક પસંદ પડેલી બાઇક વિષે પ્ાૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ત્ોની ડિલિવરી છ મહિના પહેલાં તો નહીં જ મળે. સાઇકલોન્ો આ સ્તરનું માન મળતું જોવામાં ક્યારેક એ ખાતરી થતી જાય કે દુનિયામાં જરા પણ બ્ોલેન્સ તો નથી જ. ખુદ કોબલેન્ઝમાં અમે ઘણી વાર ફરવા આવી ચૂક્યાં છીએ, પણ આ ટ્રિપમાં કોબલેન્ઝન્ો માત્ર સાઇડ નોટ જ મળવાની હતી. અહીં કલાક જેવું વિતાવીન્ો ગાડી નોર્ડન તરફ આગળ વધી.

નોર્થ સીમાં આવેલા આ ફ્રિઝન ટાપુઓ થોડા જર્મનીના ભાગ્ો આવ્યા છે, થોડા ડેનમાર્ક અન્ો થોડા ન્ોધરલેન્ડ્સના ભાગ્ો. જર્મનીના ફ્રિઝન ટાપુઓમાં ઝિલ્ટ અત્યંત લોકપ્રિય છે. અદિતિ ત્યાં સ્કૂલ કેમ્પ માટે પણ ઘણી વાર જઈ ચૂકી છે. તેમણે મેઇનલેન્ડ પર આવેલા નોર્ડન ટાઉનમાં પણ સમય વિતાવેલો. ત્યાં બોરકૂમ અન્ો નોર્ડનાય ટાપુ પર રહેવાનું પણ શક્ય છે જ. જોકે વધુ ટાપુઓ જોવા હોય તો નોર્ડન ટાઉનમાં જ રહીન્ો ફેેરી મારફત્ો ટાપુઓની મુલાકાત લેવાનું વધુ સરળ રહે છે. એક વાત નક્કી હતી, હું પહેલી વાર આ દિશામાં જાણે સર્વે કરવા આવી હોઉં ત્ોવી ફીલિંગ હતી. અહીં કયા ટાપુ પર કેવી પ્રવૃત્તિઓ શક્ય છે, કેવી હોટલ્સ છે, ક્રાઉડ કેવું હોય છે, એ બધું પોપ ટૂરિઝમ કલ્ચરથી બહાર રહૃાું છે. ઝિલ્ટ અહીંથી ઘણો દૂર છે, અન્ો આ ટાપુઓનો સૌથી લોકપ્રિય વિસ્તાર પણ એ જ છે. ત્યાં દુનિયાભરનાં ટૂરિસ્ટ ઠલવાય છે. બાકી બોરકૂમ અન્ો નોર્ડનાય ટાપુઓ કોઈ આંતરષ્ટ્રીય મસ્ટ-સી લિસ્ટ પર ભાગ્યે જ જોવા મળે છે. લોઅર સાક્સની રાજ્યમાં પ્રવેશીન્ો અહીંનાં રેડ બ્રિક હાઉસીસ જોઈન્ો પણ અલગ જ અનુભૂતિ થતી હતી. અહીંનો લેન્ડસ્કેપ, આબોહવા અન્ો રંગો પણ અલગ જ લાગતાં હતાં.

આઠ કલાકમાં સવા પાંચસો કિલોમીટર ગાડી ચલાવીન્ો દેશની અલગ જ દિશામાં પહોંચી ગયા પછી માહોલ અલગ લાગ્ો ત્ોમાં કંઈ નવું નથી. નોર્ડન પહોંચવામાં હજી કલાકની વાર હતી. સાથે લાવેલો નાસ્તો બોરિંગ લાગવા માંડેલો અન્ો જમવાનો સમય થઈ ગયો હતો. રસ્તામાં એક મજેદાર રેસ્ટોરાં શોધી, ત્ો તરફ ગાડી લીધી. નોર્થના હીડે ગામની કેનોલિની રેસ્ટોરાંમાં રોકાયાં. અહીં અત્યંત સ્વાદિષ્ટ ઇટાલિયન ફૂડ સાથે સ્થાનિક લોકોની પણ એક ઝલક મળી. રેસ્ટોરાં એક હોટલનો હિસ્સો હતી. હોટલનો કોન્સિએર્જ અમારી પાસ્ો આવીન્ો વાતો કરવા લાગ્યો. ત્ોનો પહેલો પ્રશ્ર્ન જ એ હતો કે અમે આ તરફ કઈ રીત્ો ભૂલાં પડ્યાં. નોર્ડન તરફ સાઉથ એશિયા કે ચાઇનાનાં ખાસ ટૂરિસ્ટ નજરે પડતાં નથી. આ રિજન છૂપું રત્ન નથી, ખાસ સંતાડીન્ો સ્થાનિકો માટે રાખવામાં આવ્યું હોય ત્ોવું લાગતું હતું. ત્ો કોન્સિએર્જે આ પહેલાં અમારા પ્રકારનાં મુલાકાતીઓ આ વિસ્તારમાં જોયાં ન હતાં. ત્ો પછી અમે સજાગ રીત્ો આ ટ્રિપ દરમ્યાન જોયું કે અહીં ટૂરિસ્ટ તો હતાં, પણ માસ ટૂરિઝમ હજી સુધી અહીં પહોંચ્યું નથી. એવું ક્યાં સુધી રહેશે એ પ્રશ્ર્ન થયા વિના રહે જ નહીં.

નોર્ડન ટાઉનમાં પહોંચ્યાં ત્યારે તો સાવ અંધારું થઈ ચૂક્યું હતું. છતાંય ત્યાંની પીળી લાઇટમાં ચમકી રહેલી લાલ પથ્થરોની ઇમારતોનું સૌંદર્ય ઝળકતું જ હતું. અમે જે હોલિડે હોમ બુક કરાવેલું ત્ો પણ એક નાનકડું લાલ પથ્થરનું હાઉસ જ હતું. આગળ અન્ો પાછળ નાનકડા ગાર્ડન સાથે અહીં જો ઉનાળામાં આવ્યાં હોત તો નક્કી ગ્રિલ પાર્ટી કરી હોત. નોર્ડનનાં મુખ્ય ખાણી-પીણી બજાર અન્ો બીચ પાસ્ો તો રાત્રે પણ માહોલ જામેલો જ હતો. અહીં ઘણી સુવિનિયરની દુકાનો તો સ્થાનિક ન લાગતાં હોય ત્ોવાં જ લોકો
ચલાવી રહૃાાં હતાં. અમે ઘરે સામાન ગોઠવી બ્રેકફાસ્ટની થોડી ચીજો લેવા એક લોકલ માર્કેટ પહોંચ્યાં. રાત્રે મોડે સુધી વાતો ચાલી. સવારે ઊઠીન્ો બ્રેકફાસ્ટ પછી બોરકુમ ટાપુ જતી ફેરી લેવાની હતી.
નોર્ડનનો દરિયા કિનારો વાડેન વિસ્તાર છે. ત્યાં રાત્રે ભરતી આવે છે, જે દિવસ દરમ્યાન ધીમે ધીમે ઓસરી જાય છે, અન્ો ત્ો વિસ્તારમાં મડ બીચ બની જાય છે. આ કાદવ સ્કિન અન્ો સ્ોહત માટે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. આ આખાય રિજનનાં હવાપાણી લોકોની તબિયત રિસ્ટોર કરતાં હોવાની વાત છે. આ પહેલી ટ્રિપમાં ત્ો ટેસ્ટ જ કરવાનું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button