આમચી મુંબઈમહારાષ્ટ્ર

મોર્નિંગ વોક પ્રચાર માટેનું કેન્દ્ર બન્યું

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પડઘમ આખા દેશમાં વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષમાં પ્રચારના તંત્રમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉમેદવાર અને કાર્યકર્તાઓ મતદારો સાથે મુલાકાત કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. મુંબઈમાં અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને તેથી જ મોટા પ્રમાણમાં નાગરિકો સવારે મોર્નિંગ વોક માટે જતા હોય છે. આ બાબત ધ્યાનમાં લઈને હવે મુંબઈના કેટલાક ઉમેદવારોએ મતદારોને પકડવા માટે મોર્નિંગ વોકનો સમય પકડ્યો હોવાનું જોવા મળ્યું છે.

મુંબઈના એક ઉમેદવાર ગયા અઠવાડિયામાં મઝગાંવમાં આવેલા જોસેફ બાપ્ટિસ્ટ ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવેલા લોકોનો સંપર્ક કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

આવી જ રીતે ઈશાન મુંબઈના એક ઉમેદવાર અને થાણેના એક ઉમેદવારે પણ આવી જ પદ્ધતિ અપનાવી હોવાનું જોવા મળ્યું હતું. અત્યારે મે મહિનાની આકરી ગરમી છે ત્યારે બપોરના સમયે પ્રચાર કાર્ય થઈ શકતું નથી. મોટા ભાગના મુંબઈગરા બપોરના સમયે આરામ કરતા હોવાથી તેમને આ સમયે ડિસ્ટર્બ કરી શકાતા નથી. આ સમય ભરી કાઢવા માટે હવે પ્રચાર સવારે વહેલો શરૂ કરી દેવામાં આવે છે અને તેને માટે મોર્નિંગ વોક પર આવેલા લોકોને પકડવાનો રસ્તો અપનાવવામાં આવ્યો હોવાનું કેટલાક કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બીજા કેટલાક ઉમેદવાર લોકલ ટ્રેનમાં સવારે નિયમિત ટ્રેન પકડનારા મતદારોનો સંપર્ક કરતા જોવા મળી રહ્યા છે.
આવા જ પ્રચાર સાથે સંકળાયેલા એક કાર્યકર્તાએ કહ્યું હતું કે વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવેલા લોકોમાં પ્રચાર કરતી વખતે સારો પ્રતિસાદ મળી રહ્યો હોવા છતાં ક્યારેક નાગરિકોની નારાજી પણ સહન કરવી પડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button