Akshay Tritiya નિમિત્તે 10 દિવસમાં મુંબઈમાં થઈ આટલા હજાર ઘરની Deal…
Vehicle Registrationમાં પણ જોવા મળ્યો ધરખમ વધારો
મુંબઈઃ આજે અક્ષય તૃતિયાના અવસરે ઘર-પ્રોપર્ટી, વાહન ખરીદનારાઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. ઘરની તપાસ, રજિસ્ટ્રેશન, પઝેશન, ગૃહ પ્રવેશ અને નવા પ્રોજેક્ટનો આરંભ જેવી અનેક ગતિવિધિઓમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજું મે મહિનાના દસ જ દિવસમાં મુંબઈમાં ત્રણ હજારથી વધુ ઘરનું વેચાણ થયું છે.
અક્ષય તૃતિયાને આખા વર્ષમાં આવતા સાડાત્રણ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે અને આ જ દિવસે લોકો નવા ઉપકરણો, પ્રોપર્ટી, વાહનો, સોનું-ચાંદી વગેરે ખરીદવા પર ભાર મૂકે છે. અક્ષય તૃતિયા પર ઘરની ડીલ ફાઈનલ કરવા પર કે નવા ઘરમાં રહેવા જનારાઓની સંખ્યા પણ ખૂબ જ વધું હોય છે. જેને કારણે આ દિવસે માર્કેટ પણ એકદમ તેજીમાં હોય છે.
મળી રહેલાં આંકડાઓ અનુસાર મે મહિનાના દસ દિવસમાં જ 3,280 ઘરનું વેચાણ થયું હતું. ઘરની ખરીદી-વેચાણમાંથી રજિસ્ટ્રેશન ફી તરીકે રાજ્ય સરકારની તિજોરીમાં 292 કરોજ રૂપિયાની મહેસુલ જમા થઈ હતી. અક્ષય તૃતિયા પર ઘરના વેચાણમાં વૃદ્ધિ જોવા મલી રહી છે અને આ તકનો લાભ લઈને પણ ડેવલપર દ્વારા વિવિધ ઓફર આપવામાં આવે છે. આ વખતે પણ ડેવલપરે ગ્રાહકોને આકર્ષવા માટે આવી લલચામણી ઓફર આપી હતી.
વાહનોના રજિસ્ટ્રેશનમાં પણ 40 ટકાનો વધારો…
પ્રોપર્ટી સિવાય કારના વાહનોના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો હતો. અક્ષય તૃતિયાના અવસરે ટુવ્હીલર અને ફોર વ્હીલરના રજિસ્ટ્રેશનમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લાં એક અઠવાડિયામાં કારના રજિસ્ટ્રેશનમાં પણ 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ફેસ્ટિવલ સિઝનમાં ઓવરઓલ રજિસ્ટ્રેશનમાં 22 ટકાનો જ્યારે ટુ વ્હીલરના રજિસ્ટ્રેશનમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મુંબઈમાં સૌથી વધુ કાર બોરીવલી આરટીઓમાં રજિસ્ટર્ડ થઈ હતી. અહીં 489 કારનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જ્યારે વડાલા આરટીઓમાં સૌથી વધુ ટુવ્હીલર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. વડાલા આરટીઓમાં 835 ટુવ્હીલરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.