સંમતિ વિના વિડિયો શૂટ કરવાથી ગુસ્સે થઇ દીપિકાએ કર્યું કંઇક એવું કે….
દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. થોડા દિવસ પહેલા તેમના વેકેશનના ફોટા વાયરલ થયા હતા અને એમ જણાવવામાં આવી રહ્યું હતું કે દીપિકા રણવીર સિંહ સાથે તેના બેબીમૂનનો આનંદ માણી રહી છે. હાલમાં જ દીપિકા અને રણવીર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન દીપિકાએ કેમેરાને જોઈને કંઈક એવું કર્યું, જેના પછી ફેન્સના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે દીપિકાએ આવું કેમ કર્યું.
કારમાંથી ઉતર્યા બાદ દીપિકા એરપોર્ટ તરફ જતી જોવા મળે છે. એક ફેન તેને જોઇને વીડિયો બનાવવા માંડે છે. ત્યારે પહેલા તો અભિનેત્રી કેમેરાને જોઈને ચહેરો બનાવે છે અને પછી કેમેરાને ટક્કર મારીને જતી રહે છે. હવે આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. કોઈ કમેન્ટ કરી રહ્યું છે કે દીપિકાને આ રીતે કેપ્ચર કરવું ગમ્યું નથી. કોઈએ કહ્યું કે દીપિકા કદાચ સારા મૂડમાં નથી, તો કોઈએ લખ્યું કે દીપિકાએ મજા લેવા માટે જાણી જોઈને આવું કર્યું છે.
આપણ વાંચો: પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
તાજેતરમાં જ રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીપિકા સાથેના લગ્નની તસવીરો હટાવી દીધી છે. આ પછી સમાચાર આવવા લાગ્યા કે બંને વચ્ચે સમસ્યા છે. જો કે, અહેવાલ મુજબ બંને વચ્ચે બધુ બરાબર છે. રણવીરે માત્ર લગ્નના ફોટા જ નહીં પરંતુ વર્ષ 2023 પહેલાના તમામ ફોટા તેની પ્રોફાઇલમાંથી હટાવી દીધા છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રણવીર અને દીપિકા તેમના પહેલા બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. બંને આ પ્રવાસની દરેક ક્ષણને સાથે માણી રહ્યાં છે અને બાળકની રાહ જોઈ રહ્યાં છે.
રણવીર અને દીપિકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને સિંઘમ અગેઈન ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મમાં દીપિકા લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આ કપલ ઉપરાંત ઉપરાંત કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ છે. આ સિવાય દીપિકા ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ છે.