આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન: જાણો મંદિરના આરતી સમયમાં થયો ફેરફાર
![Three Aartis and Darshan of Maa Amba will be held in Ambaji temple from today: Know the change in the Aarti timings of the temple](/wp-content/uploads/2024/05/Preksha-MS-83.jpg)
અંબાજી: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના (Akshay Tritiya) દિવસથી અંબાજી મંદિરમાં (Ambaji Temple) મા અંબાની આરતીના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવનાર છે. હાલ તો સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા હવે મધ્યાહનની આરતીનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ઉનાળાની ઋતુથી યાત્રાધામ અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફારને લઈને અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોને સગવડતા માટે નિજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમાં મધ્યાહનની આરતીનો ઉમેરો કરવામાં આવશે.
હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય વસ્ત્ર અને શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતું, તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં ત્રણે સમય માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી શકશે.
મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા જણાવ્યું હતું કે, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય વસ્ત્ર અને શણગાર બદલાતા હોવાથી હવે આરતી પણ ત્રણ સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યાવસ્થા, બપોરે યૌવનાવસ્થા અને સાંજે પ્રૌઢાવસ્થાના દર્શન કરશે.
અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય
પ્રાતઃ આરતી 7.00 થી 7.30
પ્રાતઃ દર્શન 7.30 થી 10.45
મધ્યાહન આરતી 12.30 થી 1.00
મધ્યાહન દર્શન 1.00 થી 4.30
સાંધ્ય આરતી 7.00 થી 7.30 સુધી અને
સાંધ્ય દર્શન 7.30 થી રાત્રી ના 9.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.
જો કે અંબાજી મંદિર તરફથી ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવા જણાવાયું હતું કે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 10/05/2024 થી 06/07/2024 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહી.