મારા જીવંત રહેવાનો ચાન્સ 30 ટકા જ… Cancerને માત આપ્યા બાદ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો..
બોલીવૂડની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક Sonali Bendreએ પોતાના ફિલ્મી કરિયરમાં Salman Khan, Shahrukh Khan, Aamir Khan જેવા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી ચૂકી છે, હિટ ફિલ્મો આપી ચૂકી છે. આટલા હિટ કરિયર બાદ પણ 2004માં સોનાલીએ ફિલ્મી દુનિયા છોડી દીધી હતી અને એક દાયકા બાદ એટલે કે 2014માં ફરી ફિલ્મી દુનિયામાં કમબેક કરવાની કોશિશ કરી પણ તેમાં તેને ખાસ કંઈ સફળતા મળી નહીં.
હાલમાં એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે વેબસિરીઝ The Broken Newsથી ઓટીટી પ્લેટફોર્મ પર કમબેક કર્યું અને હાલમાં તેની સેકન્ડ સિઝન પણ રીલિઝ કરવામાં આવી છે. આ વેબ સિરીઝને દર્શકો અને ક્રિટિક્સ ખૂબ જ વખાણી રહ્યા છે. દરમિયાન એક્ટ્રેસે 2018માં કેન્સર ડિટેક્ટ થવાની જર્ની વિશે વાત કરી હતી.
આ વિશે વાત કરતાં સોનાલીએ જણાવ્યું હતું કે કેન્સર થયા બાદનો સમય તેના માટે અને તેના પરિવાર માટે કેટલો અઘરો રહ્યો હતો. સોનાલીએ જણાવ્યું હતું કે ઘણી વખત તો હું ખુદ પણ વિશ્વાસ નહોતી કરી શકતી મારી સાથે આવું થઈ જ કઈ રીતે શકે?જ્યારે કોઈ સતત લોકોની નજરમાં હોય અને અચાનક એ લોકોની નજરથી દૂર થઈ જાય કે એની જગ્યા કોઈ બીજું લઈ લે ત્યારે લોકો જાત જાતની વાતો કરે છે.”
પોતાની વાત આગળ જણાવ્યું હતું કે જ્યારે હું પહેલી વખત ડોક્ટર પાસે ગઈ ત્યારે મને ખબર પડી ગઈ હતી કંઈક તો છે જે ઠીક નથી. ડોક્ટરે મને કેન્સર હોવાનું જણાવ્યું એ સમયે મને લાગ્યું કે આ ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે. પણ જ્યારે મારું PET Scan કરવામાં આવ્યું ત્યારે મેં ડોક્ટર અને ગોલ્ડીના ચહેરા પરના રંગ ઉડતા જોયા અને ખ્યાલ આવી ગયો કે કંઈક તો સિરીયસ છે અને કેન્સરના સેલ મારા શરીરમાં મોટી સંખ્યામાં ફેલાઈ ગયા હતા.
મારા માટે આ સ્વીકારવાનું અઘરું હતું અને હું સતત સૂતી રહેતી. પણ મારા જાગ્યા બાદ પણ ખાસ કંઈ બદલાતું હોય એવું લાગ્યું નહીં. અમે લોકોએ ક્વીક ડિસીઝન લીધું અને બે દિવસમાં તો વિદેશ જતાં રહ્યા. ડોક્ટરે મને કહ્યું કે મારા જીવતા રહેવાના ચાન્સીસ 30 ટકા જ છે ત્યારે હું ડોક્ટર પર ગુસ્સે ભરાઈ ગઈ અને મેં તેમને કહ્યું કે તમે આવું કઈ રીતે કહી શકો છો?,એવું સોનાલીએ વધુમાં જણાવ્યું હતું.
સોનાલીએ આ ઈન્ટરવ્યુમાં કેન્સર વિશે ખુલીને વાત થવી જોઈએ એ મુદ્દા પર ખાસ ભાર આપ્યો હતો. સોનાલીએ કહ્યું કે મારા લાઈફના સૌથી ડિફિકલ્ટ સ્ટેજમાં મને લોકોનો, પરિવારનો સાથ મળ્યો અને આજે તમે જોઈ શકો છો કે હું ક્યાં અને કેવી છું…