ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી Cannes Film Festivalમાં ચાર ચાંદ લગાવશે
પેરિસઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડની અભિનેત્રીઓ આ વખતે જાદુ પાથરશે, જેમાં બચ્ચન પરિવારની લાડલી વહૂ ઐશ્વર્યા રાય સહિત હીરામંડીની જાણીતી અભિનેત્રી પણ હાજરી આપશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અહેવાલ અનુસાર 14મીથી પચીસમી મે સુધી યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં આવશે. ઐશ્વર્યા રાયની સાથે અદિતિ રાય હૈદરી આ ફેસ્ટિવલમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવશે.
ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અગાઉ પણ હાજરી આપી હતી. જોકે, ઐશ્વર્યા જ્યુરી સભ્ય છે, જે પહેલી ભારતીય અભિનેત્રી છે. ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા અંગે અદિતિ ખૂબ ઉત્સાહી છે.
અદિતિએ કહ્યું હું લોરિયલ પેરિસની પ્રવક્તા તરીકે આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા અંગે ઉત્સાહી છું. હું દૃઢપણે માનું છું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ અને એ જ વ્યક્તિત્વને લઈને હું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છું છં. આ વર્ષે જે થીમને લઈ ફેસ્ટિવલ યોજવાનો છે, તેમાં અનેક રીતે મેળ ખાય છે. હવે એ પણ જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની થીમ છે મેની વેઝ ટુ બી ઈન આઈકન.
77મા ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી ભાગ લેશે. ઐશ્વર્યા રાય તો આ ફિસ્ટિવલ સાથે જોડાયેલ છે. અદિતિએ વર્ષ 2022માં ડેબ્યૂ કર્યું હતું. અદિતિ રાવ તાજેતરની હીરામંડી ફિલ્મમાં જોવા મળી હતી.