આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર,
તા. ૧૦-૫-૨૦૨૪અખાત્રીજ, પરશુરામ જયંતી,
ભારતીય દિનાંક ૨૦, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૩
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી સવારે ક. ૧૦-૪૬ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૨-૨૫ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૧, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક.૧૩-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૨૩ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૬-૪૭, રાત્રે ક. ૧૯-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – તૃતીયા. અખાત્રીજ, પરશુરામ જયંતી, મન્વાદિ, કલ્પાદિ, યુગાદિ , બદ્રીનાથ યાત્રા, બુધ મેષ રાશિમાં ક. ૧૮-૫૧. મુસ્લિમ ૧૧મો જિલ્કાદ શરૂ.
શુભાશુભ દિનશુદ્ધિ: અખત્રીજ મુહૂર્તરાજ શ્રેષ્ઠ દિવસ શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ, ચંદ્ર, શુક્ર દેવતાની પૂજા, વિનાયક પૂજા, ધ્રુવદેવતાનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, જાંબુના વૃક્ષનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રીસત્યનારાયણ દેવતાનું પૂજન, માલ વેચવો, ખેતીવાડીનાં કામકાજ, ધાન્ય ઘરે લાવવું. પશુ લેવડદેવડનાં કામકાજ, બ્રહ્માજીનું પૂજન ધ્રુવદેવતાનું પૂજન, વાસ્તુશાંતિ, કળશ પ્રવેશ, જપ યજ્ઞાદિ પૂજા-અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામ કરણ, દેવદર્શન, અન્નપ્રાશન, રાજયાભિષેક. મંદિરોમાંપાટ અભિષેક પૂજા, ધજા કળશ પતાકા ચઢાવવી, વસ્ત્રો, આભૂષણ, વાસણ, વાહન. બગીચો બનાવવો. દસ્તાવેજ, દુકાન, વેપાર, નોકરી, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું. નવી તિજોરીની સ્થાપના, મિત્રતા કરવી. લાંબા સમયનાં ઉપયોગી કામકાજ. વાહન, યંત્ર, મકાન, જમીનનાં કામકાજ.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ.
ખગોળ જ્યોતિષ:ચંદ્ર -શનિ ચતુષ્કોણ, બુધ અશ્ર્વિની નક્ષત્ર, મેષ રાશિમાં પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન/મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂયુન-મીન, પ્લુટો-મકર