આમચી મુંબઈ

મુંબઇમાં હવે પ્રાણીઓ માટે સ્મશાનગૃહ

મુંબઇઃ મુંબઇ મહાનગર પાલિકાએ મલાડમાં પાલતું પ્રાણીઓ અને શ્વાન, બિલાડા જેવા રખડતા પ્રાણીઓને તેમના મૃત્યુ બાદ સન્માનજનક અંતિમ સંસ્કારની સુવિધા પૂરી પાડી છે.

કુદરતી ગેસ આધારિત કમ્બશન સુવિધા આપનાર મુંબઇ દેશનું પ્રથમ શહેર બન્યું છે. આ સેવા મફત છે અને પ્રાણીપ્રેમીઓ તથા મુંબઇના નાગરિકોએ આ સુવિધાનો ઉપયોગ નાના પાળતુ પ્રાણીઓના પર્યાવરણને અનુકૂળ રીતે અગ્નિ સંસ્કાર કરવા માટે કરવો જોઇએ એમ આ વિસ્તારના સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું.


મળતી માહિતી મુજબ વેટરનરી હેલ્થ ડિપાર્ટમેન્ટ અને બીએમસીના પી નોર્થ ડિવિઝન ઑફિસના સંયુક્ત પ્રયાસોથી માલાડ વેસ્ટમાં એવરશાઇન નગર ખાતે પાળેલા પ્રાણીઓના અગ્નિસંસ્કારની સુવિધા ઊભી કરવામાં આવી છે.


આ સુવિધા 15 સપ્ટેમ્બર, 2023થી કાર્યરત થઇ છે. પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટેની આ સુવિધા માલાડમાં હોવા છતાં, પશ્ચિમના ઉપનગરો સહિત સમગ્ર મુંબઇના પ્રાણીપ્રેમીઓ તેમના પાળતુ પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટે તેનો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આગામી પાંચ વર્ષ સુધી અહીંની કમ્બશન સિસ્ટમની જાળવણી અને સંચાલનની જોગવાઇ હાલમાં કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button