આજનું રાશિફળ (10-05-24): Akshay Tritiya પર આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ સાથે જોડાઈને સારું એવું નામ કમાવશો. કામના સ્થળે આજે તમારે આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે. સંતાનના લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે કોઈ મિત્રની મદદથી તેનો ઉકેલ આવી શકે છે. બિઝનેસમાં સારો એવો નફો મળશે અને તમે પરિવારના નાના સંતાનો માટે ખાવાની વસ્તુઓ લાવી શકશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. કોઈપણ કામમાં ઉતાવળ ન કરવી નહીંતર ખોટું થઈ શકે છે.
આજનો દિવસ આ રાશિના લોકો માટે અત્યંત ફળદાયી રહેવાનો છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. આજે કેટલાક જૂના દેવાને ચૂકવવામાં પણ તમને સફળતા મળી રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ માહિતી મેળવી સકો છો. આજે તમે સંતાનને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો. આજે કોઈ પણ કામ કરતાં પહેલાં ખૂબ જ કાળજી રાખો. પરિવારના કોઈ સભ્યને નોકરી માટે આજે તમારે ઘરથી દૂર રહેવું પડશે.
મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેશે. આજે લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એને પૂરું કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે. આજે કોઈ પણ કાયદાકીય બાબતે વિવાદ ચાલી રહ્યો છે તો એ બાબતમાં પણ તમારે સાવધાની રાખવી પડશે. સંતાન તરફથી આજે કોઈ નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે કોઈ પણ મોટો અને મહત્ત્વનો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો. પિતા સાથે બેસીને તમે આજે કોઈ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી શકો છો.
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ લઈને આવશે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ વિવાદમાં જિત થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, પણ સ્વાસ્થ્ય સંબંધિત બાબતમાં કોઈ પણ સમાધાન કરવાનું ટાળો. બહાર ખાવાનું ટાળો. આજે તમે તમારા મનની કોઈ વાત માતાને કહેશો. પારિવારિક જીવન આનંદ અને સુખ-શાંતિથી પસાર થઈ રહ્યો છે. આજે ઘરે નાની પાર્ટીનવું આયોજન થઈ શકે છે, જેમાં પરિવારના સભ્યોની અવરજવર રહેશે.
સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. આજે બિઝનેસ કરી રહેલાં લોકો જો બિઝનેસમાં કોઈ નાનો મોટો ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે સમય અનુકૂળ છે. આજે તમારે કોઈ બીજાની વાતમાં બોલવાનું ટાળવું પડશે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે તેના પાર્ટનરની વાતથી ખુશ થશે અને તેમનો પ્રેમ વધુ ગાઢ થશે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે એ પૈસા પાછા માંગી શકે છે. પ્રવાસ જવાના હોવ તો કાળજી રાખો.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. આજે તમે કોઈ ખાસ કામને અંજામ આપી શકો છો. પ્રવાસ પર જવાનો મોકો મળશે. પરિવાર સાથે પણ કોઈ ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. નોકરી કરી રહેલાં લોકોને આજે એમના ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે આજે તમે એમના પર ખાસ ધ્યાન નહીં આપી શકો. પરિવારનેા સભ્યોને જો કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે. નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશે.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના જોખમી કામ કરવાથી બચવાનો રહેશે. આજે બિઝનેસમાં કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં તમારે ખૂબ જ વિચારવું જોઈએ અને જો તમારું કોઈ સરકારી કામ અટવાઈ ગયું હોય, તો તે આજે પૂર્ણ થઈ શકે છે. વેપારમાં કોઈ મોટો સોદો સમયસર ફાઈનલ કરવો પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમે કેટલાક પાર્ટ-ટાઇમ કામમાં પણ હાથ અજમાવી શકો છો. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
આજે વૃશ્ચિક રાશિના લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, પરંતુ કાર્યસ્થળમાં તેમના કેટલાક અધિકારો પણ વધી શકે છે, જેના કારણે તેમના પર કામનો બોજ વધશે. તમારે કોઈ પણ બાબતે વાદ-વિવાદમાં ન પડવું જોઈએ, નહીં તો વરિષ્ઠ સભ્યો તમારા વિશે ખરાબ અનુભવી શકે છે. તમારા દુશ્મનો તમારા પર વર્ચસ્વ જમાવવા તૈયાર હશે, જેમને તમે તમારી બુદ્ધિમત્તાથી હરાવી શકશો. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. જો આજે કોઈ તમને રોકાણ સંબંધિત માહિતી આપે છે, તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ.
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. આજે તમારા પૈસા કોઈ જગ્યાએ અટવાઈ ગયા ગશે તો તે પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓ આજે એમના શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતમાં આવી રહેલી મુશ્કેલી વિશે વાત કરવી પડશે. આજે તમારે કોઈની વાત સાંભળીને કોઈ પણ પગલાં લેવાની જરૂર નથી. આજે તમારી અંદર એક નવી ઉર્જા વસશે, જેનો તમારે અન્ય વસ્તુઓમાં ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ જૂના મિત્ર સાથે આજે લાંબા સમય બાદ મુલાકાત થઈ શકે છે.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે કોઈ મોટી સિદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારી ખુશીનો પાર નહીં રહે કારણ કે તમારા કોઈ જૂના સોદાથી લાભ થઈ રહ્યો છે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. પાર્ટનરશિપમાં આજે કોઈ પણ કામ કરવાનું તમારે ટાળવું પડશે. જો તમે કોઈ પારિવારિક વિવાદથી ચિંતિત છો, તો તે સમસ્યા હલ થઈ જશે. કોઈપણ વ્યવહાર સંબંધિત બાબત તમારા માટે નવી સમસ્યા લાવી શકે છે.
કુંભ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત જોવા મળશે, પરંતુ વ્યવસાય કરતા લોકોએ તેમની દિનચર્યા બદલવી જોઈએ નહીં, નહીં તો તેઓ કોઈ કામમાં પાછળ રહી શકે છે. તમારી માતાની તબિયત બગડવાથી તમે ચિંતિત રહેશો. આજે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારી કોઈ જૂની ભૂલ પરિવારના સભ્યોની સામે ખુલ્લી પડી શકે છે. આજે ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. આજે તમે તળેલો ખોરાક ખાશો તો પેટસંબંધિત સમસ્યા સતાવી શકે છે અને એને કારણે તમે ચિંતિત રહેશો. આજે તમે કોઈ કામ કરવાનું નક્કી કર્યું હશે તો એ કામ પૂરું કરવામાં પણ તમને મુશ્કેલી પડી શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી શકે છે. આજે તમારી અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. પિતાની સલાહ લઈને જ કોઈ પણ કામ કરો અને એમનું સાંભળીને જ રોકાણ કરશો તો તમને ભવિષ્યમાં ચોક્કસપણે સારો નફો મળશે.